Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના પૂર્વ સાંસદ દ્વારા
જામનગર તા. ૯ઃ લગ્નની સિઝનમાં થતા ડી.જે. ના અવાઝ પ્રદૂષણને બંધ કરાવવા માટે રાજ્યના મુખ્ય મંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી છે.
જામનગરના પૂર્વ સાંસદ અને જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ ચંદ્રેશ પટેલએ આ રજુઆતમાં જણાવ્યું છે કે, લગ્ન એ આનંદ-ઉત્સાહનો પ્રસંગ છે તે સમજી શકાય છે પરંતુ ત્યારે મોટેથી વગાડાતા ડી.જે. ના કારણે કાનમાં બહેરાશ આવી જવા, ચીડીયાપણું, આક્રમકતા વગેરેની સમસ્યા સર્જાય છે.
કાચા-પાકા મકાનોને નુકસાન થાય છે. વિદ્યાર્થીને અભ્યાસમાં ખલેલ પડે છે. પશુ-પક્ષીઓને પણ પરેશાની થાય છે. જેમ વાહનની ગતિ મર્યાદા નક્કી છે, તેમ ડી.જે.ની સાઉન્ડ મર્યાદા હોવી જોઈએ. આથી ડી.જે.નો પ્રતિબંધાત્મક કાયદો અમલમાં લાવવો જોઈએ, અવાજની માત્રા નક્કી કરતો કાયદો છે તેનો કડક અમલ કરાવવો જોઈએ.
લગ્ન પ્રસંગમાં વગાડાતા ડી.જે. સામે કોઈ વાંધો હોઈ શકે નહીં પરંતુ અવાજની યોગ્ય માત્રા જળવાઈ તે જરૂરી છે. સામાન્ય રીતે શું જોવું કે ન જોવું તેની પસંદગી વ્યક્તિ દ્વારા થઈ શકે છે, પરંતુ અવાજથી તેઓ બચી શકતા નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial