Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લંડન તા. ૯ઃ ભારતથી લંડન ફરાર થઈ ગયેલા હીરાના વેપારી નીરવ મોદી સામે લંડન હાઈકોર્ટમાં કેસ ચાલ્યો હતો. શુક્રવારે નીરવ મોદી સામે કોર્ટે ચૂકાદો આપતા નીરવને બેંક ઓફ ઈન્ડિયાને આઠ મિલિયન ડોલર ચૂકવવાનો આદેશ કર્યો હતો. બીઓબીએ નીરવ મોદીની દુબઈમાં આવેલી કંપનીથી આઠ મિલિયન ડોલર વસૂલવા લંડન હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેના સંદર્ભે લંનની હાઈકોર્ટે પોતાનો ચૂકાદો આપતા કહ્યું કે, બેંકને અધિકાર આપ્યો છે કે તે નીરવ મોદી પાસેથી નાણા વસૂલ કરવા દુબઈની કંપની સહિત દુનિયામાં ક્યાંય પણ નીરવ મોદીની મિલકતોની હરાજી કરી શકે છે. અદાલતે આઠ મિલિયન ડોલર એટલે કે ૬૬ કરોડ રૂપિયા આપવાનો આદેશ કર્યો હતો. તેમાં ચાર મિલિયન મુદ્દલ અને ચાર મિલિયન વ્યાજ સામેલ છે. નીરવ મોદી સામે કોર્ટના ચૂકાદાથી બેંકના વકીલે સંતોષ વ્યક્ત કર્યો હતો.
મળતી માહિતી અનુસાર બેંકે નીરવ મોદીને નવ મિલિયન ડોલરની લોન આપી હતી, પરંતુ જ્યારે બેંકે વર્ષ ર૦૧૮ માં ફેર ચૂકવણીની માંગ કરી તો તે પૈસા આપે તેમ નહોતો. જો કે, તેની કંપની દુબઈમાં આવેલી છે જેથી યુકે કોર્ટના ચૂકાદા સરળતાથી લાગુ કરાઈ શકે છે. આ ઉપરાંત નીરવ મોદીની એની કંપનીના એક્ઝિક્યુટિવ અધિકારી અને ગેરન્ટર પણ હતાં. લંડનની જેલમાં બંધ નીરવ મોદીએ અત્યાર સુધી પોતાનું પ્રત્યાર્પણ મુદ્દે કાનૂની બિલોનો ઉકેલ નથી કર્યો. દોઢ લાખ પાઉન્ડ કાનૂની ખર્ચથી વધુ ન ચૂકવતા લંડનની કોર્ટમાં નીરવ મોદીને હાજર રહેવું પડ્યું હતું.
તેઓએ જજ સમક્ષ જણાવ્યું કે તેની પાસે કોઈપણ પ્રકારનું ફંડ નથી, કારણ કે સરકારે તેની સંપત્તિઓ પર કબજો કરી લીધો છે. નીરવ મોદીએ કોર્ટમાં કહ્યું કે તે મિત્રો અને સંબંધીઓ પાસેથી પૈસા ઉધાર લઈ શકાનૂની ખર્ચાની ચૂકવણી કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial