Advertisement
Author: નોબત સમાચાર

ભારત-ચીન સરહદે વધુ સૈનિકો તૈનાત કરવાથી તંગદિલી ઘટાડવામાં અવરોધ સર્જાશે

સરહદે દસ હજાર જેટલા સૈનિકો મોકલાતા ચીન ભડક્યુંઃ

નવી દિલ્હી તા. ૯ઃ ભારત સરહદે ૧૦,૦૦૦ સૈનિકો મોકલતા ચીન ભડકી ઊઠ્યું છે. ભારતે ચીન સાથેની પોતાની વિવાદિત સરહદે સ્થિતિ મજબૂત કરવા વધુ સૈનિકો તૈનાત કર્યા તેથી ડ્રેગનના પેટમાં ઉકળતું તેલ રેડાયું છે. ભારતના પગલાંને વખોડતી કાગારોળ મચાવતા ચીને આનાથી શાંતિ જોખમાશે એવા બરાડા શરૂ કર્યા છે.

મીડિયા અહેવાલો અનુસાર ભારતે તેની પશ્ચિમી સરહદથી ૧૦,૦૦૦ સૈનિકોની ટૂકડી ખસેડી છે અને તેને ચીન સાથેની વિવાદિત સરહદને મજબૂત કરવા માટે ઉત્તરીય સરહદની નજીક તૈનાત કરી છે. ભારતના આ વ્યુહાત્મક પગલાંથી ચીન નારાજ છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સ અનુસાર ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું, 'અમે સરહદ અને તેની આસપાસના વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા માટે ભારત સાથે મળીને કામ કરવા તૈયાર છીએ. એલએસીને લઈને ભારતની કાર્યવાહી શાંતિ સ્થાપિત કરવાના પક્ષમાં નથી.'

ચીન સાથેના તણાવને ધ્યાનમાં રાખીને બરેલી સ્થિત ઉત્તર ભારતની વિસ્તારને સંપૂર્ણ આર્મી કોર્પ્સમાં ફેરવવામાં આવશે. હાલમાં તે લશ્કરી રચના છે જે મુખ્યત્વે વહીવટી, તાલીમ અને અન્ય શાંતિ રક્ષા હેતુઓ માટે રચાયેલ છે. તેને હવે વધારાના પાયદળ, આર્ટિલરી, એવિએશન, એર ડિફેન્સ અને એન્જિનિયર બ્રિગેડ સાથે સંપૂર્ણ કોર્પ્સમાં રૂપાંતરિત કરવામાં આવશે.

પૂર્વ નોર્ધન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ડીએસ હુડ્ડા (નિવૃત્ત) એ કહ્યું હતું કે, 'ઉત્તર ભારત વિસ્તારમાં એલએસીની સાથે કેટલીક ઓપરેશનલ જવાબદારીઓ છે, પરંતુ મોટાભાગે વહીવટી મુખ્ય મથક હોવાને કારણે વિસ્તાર યુદ્ધ લડાઈના કાર્યો માટે આયોજન કરવામાં આવ્યું ન હતું, જો કે હવે કેન્દ્રિય ક્ષેત્ર માટે અહીં વધારાના સૈનિકો તૈનાત કરવામાં આવશે. આ સાથે યુબી વિસ્તારને કોર્પ્સ હેડક્વાર્ટરમાં રૂપાંતરીત કરવું એ એક સારૂ પગલુ છે. આના પર વધતા વિવાદ વચ્ચે ઓપરેશનલ ક્ષમતાને મજબૂત બનાવશે. ચીન સાથે એલએસી સેના ઈચ્છે છે કે ૩,૪૮૮ કિ.મી. લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખાના કેન્દ્રિય ક્ષેત્રની સુરક્ષા માટે યુબી વિસ્તારને ઓપરેશનલ કોર્પ્સમાં રૂપાંતરિત કરવામાં આવે.'

ભારત અને ચીન અગાઉ સૈન્ય અને રાજદ્વારી માધ્યમો દ્વારા વાતચીત જાળવવા માટે સંમત થયા છે અને તાજેતરમાં સરહદી મુદ્દાઓને ઉકેલવા અંગે બેઠક પણ યોજી હતી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે વધુમાં કહ્યું, 'ચીન સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતાની સુરક્ષા માટે ભારત સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે માનીએ છીએ કે ભારતનું પગલું શાંતિની સુરક્ષા માટે અનુકૂળ નથી, અને તણાવ ઘટાડવા માટે પણ સારૂ નથી.'

હિમાલય, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ચીન સાથેની પ૩ર કિ.મી. (૩૩૧ માઈલ) સરહદની રક્ષા માટે ભારતે તેની પશ્ચિમી સરહદેથી ૧૦,૦૦૦ સૈનિકો તૈનાત કર્યા છે. આ પગલાંથી ગુસ્સે થઈને ચીને કહ્યું, 'સરહદ વિસ્તારોમાં ભારતની સૈન્ય તૈનાતમાં વધારો સરહદી વિસ્તારોમાં પરિસ્થિતિને શાંત કરવામાં અથવા આ વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષા જાળવવામાં મદદ કરતું નથી.'

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh