Advertisement
Author: નોબત સમાચાર

અંધાશ્રમ રેલવે ઓવરબ્રિજ નીચે અંધારામાં યુવાનને ધમકાવી બે શખ્સ દ્વારા ચલાવી લૂંટ

ચાંદીનું કડુ તથા મોબાઈલ લૂંટી લેવાયાઃ

જામગનર તા. ૯ઃ જામનગરના અંધાશ્રમ રેલવે ઓવરબ્રિજ નજીક ત્રણેક દિવસ પહેલાં ઢળતી સાંજે એક યુવાનને ડરાવી-ધમકાવી બે શખ્સે રૂા.૨૦ હજારનું ચાંદીનુ કડુ તથા રૂા.૧૦ હજારનો મોબાઈલ લૂંટી લઈ પોબારા ભણ્યા હતા. પોલીસે લૂંટનો ગુન્હો નોંધી તપાસ આરંભી છે.

જામનગરના બેડી રીંગરોડ પર આવેલી તિરૂપતિ સોસાયટીમાં વસવાટ કરતા અને ચાની હોટલમાં નોકરી કરતા દેવશીભાઈ પરબતભાઈ ચીરોડીયા ગઈ તા.પની રાત્રે આઠેક વાગ્યે અંધાશ્રમ પાસે રેલવે ઓવરબ્રિજ નજીક હતા.

આ વેળાએ તે યુવાન રેલવે પાટા પાસે કોઈ કામસર ગયા ત્યારે ત્યાં બે શખ્સ અંધારામાં પ્રગટ થયા હતા. આ શખ્સોએ દેવશીભાઈને રોકી લઈ ધમકાવ્યા હતા અને ડરાવીને હાથમાંથી રૂા.૨૦ હજારની કિંમતનું ચાંદીનું કડુ તેમજ ખિસ્સામાંથી રૂા.૧૦ હજારની કિંમતનો વીવો કંપનીનો મોબાઈલ લૂંટી લીધો હતો. તે પછી આ શખ્સો નાસી ગયા હતા. ઉપરોક્ત બનાવની દેવશીભાઈએ ગઈકાલે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બે અજાણ્યા સામે આઈપીસી ૩૯૨, ૧૧૪ હેઠળ ગુન્હો નોંધી તપાસ આદરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh