Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધો. ૧૦ અને ૧ર ની પરીક્ષાઓ સોમવારથી થશે શરૃઃ
જામનગર તા. ૯ઃ આગામી તા. ૧૧ માર્ચ અને સોમવારથી ધો. ૧૦ અને ધો. ૧ર ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. જામનગર જિલ્લામાં કુલ ર૮,૪૧૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
સોમવાર તા. ૧૧ થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦, ૧ર ની વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ થનાર છે.
જામનગરમાં ધો. ૧૦ મા ૧૬,૮૮પ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. તેમાં ૧૩,૪૩૭ રેગ્યુલર વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.
ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહમાં ગ્રુપ-એ માં ૭૦૧ અને ગ્રુપ-બી માં ૧૩૭પ મળી કુલ ર૦૭૬ વિદ્યાર્થી તેમજ ધો. ૧ર (સામાન્ય પ્રવાહ) માં કુલ ૯૪પ૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેમાં ૭૭૦૬ રેગ્યુલર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
આમ ધો. ૧૦ ના ૧૬,૮૮પ, ધો. ૧ર સામાન્ય પ્રવાહના ૯૪પ૬ અને વિજ્ઞાન પ્રવાહના ર૭૭૬ મળી ધો. ૧૦ અને ૧ર માં કુલ ર૮,૪૧૭ વિદ્યાર્થીઓ નોંધાયા છે.
શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સીસી ટીવી કેમેરાની દેખરેખ હેઠળ તેમજ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આ પરીક્ષાઓ લેવામાં આવશે. આવતીકાલે રવિવારે બપોરે ર-૩૦ થી પ વાગ્યા સુધી દરેક વિદ્યાર્થી પોતાના બેઠક ક્રમાંક, સ્કૂલ જોવા જઈ શકશે તેમ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial