Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાઃ શિવ વરણાંગીનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત

ખંભાળિયા તા. ૯ઃ ખંભાળિયામાં ખામનાથ મહાદેવની શિવ વરણાંગીનું શહેરમાં ભવ્ય સ્વાગત થયું હતું.

ખંભાળિયામાં રંગમહેલ શાળા પાસેથી આ શિવ વરણાંગી ઢોલ-નગારા તથા ડી.જે.ના તાલ સાથે નીકળી હતી. રંગમહેલ શાળા, લુહારશાળ, ઝવેરીબજાર, મુખ્ય બજાર, હર્ષદ માતાજી મંદિર, બંગડીબજાર, માંડવી ટીંબો, સૂરજ મંદિર, ગુગળી ચકલો, વિજય ચોક થઈને શિવ વરણાંગી ખામનાથ મંદિરે સંપન્ન થઈ હતી.

ખંભાળિયામાં નીકળેલી આ શિવ વરણાંગીનું ઠેર ઠેર સ્વાગત તથા પૂજા થઈ હતી. જેમાં ખંભાળિયા પો.ઈ. એસ.વાય. ઝાલા, મામલતદાર વિક્રમભાઈ વરૂ, ખંભાળિયા પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, પૂર્વ પાલિકા કારો. ચેરમેન હિનાબેન આચાર્ય, બ્રહ્મસમાજ પ્રમુખ વિપુલભાઈ જોષી, પ્રતીકભાઈ જોષી, અમિતભાઈ વ્યાસ, ભીખુભા જેઠવા, ઈન્દ્રજીતસિંહ પરમાર, વેપારી આગેવાનો યોગેશભાઈ મોટાણી, જગુભાઈ રાયપુરા જોડાયા હતાં.

ખંભાળિયા પાલિકા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ, ઈજનેર એન.આર. નંદાણિયા, સેનિટેશનના સંજયભાઈ કરમુર, રાજપાર ગઢવી, કિશોરસિંહ સોઢા, રમેશભાઈ વાઘેલા દ્વારા શોભાયાત્રાના રૂટને સાફ કરી બન્ને તરફ ૫ટ્ટા લગાવાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh