Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાલાવડના ડાંગરવાડા ગામમાં
જામનગર તા. ૯ઃ કાલાવડના ડાંગરવાડા ગામના એક ખેડૂતે પોતાની બ્લડપ્રેસર, ડાયાબિટીસની બીમારીથી કંટાળી વિષપાન કરી લીધા પછી તેઓનું મૃત્યુ થયું છે. પોલીસે તપાસ શરૂ કરી છે.
કાલાવડ તાલુકાના ડાંગર વાડા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા પટેલ જેઠાભાઈ મોહનભાઈ વોરા (ઉ.વ.૭૦) નામના વૃદ્ધ લાંબા સમયથી ડાયાબિટીસ તથા બ્લડપ્રેસરની બીમારીથી પીડાતા હતા.
તેઓ પોતાની બીમારીની સારવાર મેળવતા હતા. તેમ છતાં સારૂ થતું ન હોવાથી કંટાળી ગયેલા જેઠાભાઈએ ગુરૂવારે સાંજે પોતાના ગામની સીમમાં જઈને કોઈ ઝેરી દવા પી લીધી હતી. તેની જાણ ગઈકાલે સવારે તેમના પરિવારને થયા પછી સારવાર માટે ખસેડવામાં આવેલા જેઠાભાઈનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર જીતેન્દ્ર વોરાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial