Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોના પ્રાચીન શિવમંદિરોમાં ચારપ્રહર પૂજા-દર્શન

મહાશિવરાત્રિ પર્વની ઉજવણી

ખંભાળિયા તા. ૯ઃ ખંભાળિયા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાચીન શિવમંદિરોમાં શિવરાત્રિ નિમિત્તે ભાવપૂર્વક ભાવિકોએ ચાર પ્રહર આરતીમાં લાભ લીકો હતો. ચોરય પ્રહર અરતી કરવાની સાથે ભગવાનની પૂજા અને વેદોક્ત ઋચાઓથી ભગવાનની પ્રાર્થના કરી હતી.

ખંભાળિયાના પ્રસિદ્ધ ખામનાથ મહાદેવ, રામનાથ મહાદેવ ઉપરાંત ખામનાથ મહાદેવના પ્રાંગણમાં આવેલા ખૂબ જ જુના ઉત્તર તરફ મુખવાળા ઝાડખંડી મહાદેવ મંદિરે પ્રહલાદભાઈ શુક્લની આગેવાનીમાં ચાર પ્રહર પૂજા-આરતી યોજાઈ હતી, તો ખંભાળિયા તાલુકાના વડત્રા પાસેના ધીંગેશ્વર મહાદેવ મંદિરે અગ્રણીઓ મનુભાઈ મોટાણી, દિલીપભાઈ ઘઘડા, પ્રવિણસિંહ કંચવા પૂજામાં જોડાયા હતાં. પ્રાચીન ઐતિહાસિક દંતેશ્વર મહાદેવ દાત્રાણામાં આખી રાત્રિ ભક્તો દ્વારા પૂજા થઈ હતી. મુકેશભાઈદ્વારા આયોજન થયું હતું. ખામનાથમાં કુબેર ભંડારી મહાદેવ મંદિરે અગ્રણી વેપારી દીપેશ ગોકાણી પરિવાર દ્વારા પૂજા-અર્ચના કરાઈ હતી તો ભૂતનાથ મહાદેવ મંદિરે રાજુભાઈ વરિયા, દેવુભાઈ વડિયા પાલિકાવાળા સહિતના દ્વારા પૂજા યોજાઈ હતી, તો સલાયામાં નાગનાથ મહાદેવ, કોટા કોટેશ્વર મહાદેવ, વજાણા કાશી વિશ્વનાથ મહાદેવ, ભરાણા ધીંગેશ્વર મહાદેવ વિગેરે મંદિરોમાં પણ પૂજા-દર્શન ચાર પ્રહર આરતી યોજાઈ હતી, તો ખામનાથ તથા રામનાથમાં નોબત નગારા, ઢોલ સાથેની આરતીએ આકર્ષણ જમાવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh