Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આસામમાં ૧૮ હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટોના ઉદ્ઘાટન અને આવાસ યોજનાના કાર્યક્રમ પછી
નવી દિલ્હી તા. ૯ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામની મુલાકાત દરમિયાન ૧૮ હજાર કરોડના પ્રોજેક્ટોના ઉદ્ઘાટન અને આવાસ યોજનાના કાર્યક્રમ પછી અરૂણાચલ પ્રદેશમાં સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું છે અને 'સ્ટેચ્યુ ઓફ વેલોર'ના ઉદ્ઘાટન તથા પપ હજાર કરોડના પ્રોજેક્ટોના લોકાર્પણ શિલાન્યાસ થયા છે.
વડાપ્રધાન મોદીએ ૮ માર્ચથી આસામની બે દિવસની મુલાકાત દરમિયાન ૧૮ હજાર કરોડ રૂપિયાના ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન તથા શિલાન્યાસ પહેલા નેશનલ પાર્કમાં જંગલ સફારી કરી હતી. આ દરમિયાન તેમણે હાથીની પણ સવારી કરી હતી.
ઉલ્લેખનિય છે કે, પીએમ મોદી ૮ માર્ચની સાંજે કાઝીરંગા નેશનલ પાર્કમાં જ રોકાયા હતાં. સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદીની જીપ અને હાથી પર સવારી કરી કાઝીરંગા નેશનલ પાર્કમાં સફારી કરતા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. વહેલી સવારે વડાપ્રધાન કાફલા સાથે જંગલ સફારી કરવા પહોંચી ગયા હતાં.
વડાપ્રધાન મોદીએ પહેલીવાર કાઝીરંગા નેશનલ પાર્કની મુલાકાત લીધી હતી. તેમણે અહીં સૌથી પહેલા પાર્કના સેન્ટ્રલ કોહોરા રેન્જના મિહિમુખ ક્ષેત્રમાં હાથીની સવારી કરી અને તેના પછી એ જ રેન્જમાં જીપની સફારી કરી હતી. પીએમ સાથે પાર્કના નિર્દેશક સોનાલી ઘોષ અને અન્ય વરિષ્ઠ વન્ય અધિકારીઓ પણ હતાં.
ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન મોદી શુક્રવારે સાંજે તેજપુર પહોંચ્યા હતાં. અહીં આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમાએ તેમની આગેવાની કરી હતી. રાત્રિ રોકાણ પછી તેમણે કાઝીરંગા નેશનલ પાર્કની મુલાકાત લેવાની શરૂઆત કરી હતી.
જાહેર સભાને પણ સંબોધન પછી અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા પ.પ લાખથી વધુ ઘરો માટે ગૃહ પ્રવેશ સમારોહમાં હાજરી આપ્યા પછી તેઓએ આજે બપોરે અરૂણાચલ પ્રદેશના તવાંગમાં ૮રપ કરોડ રૂપિયામાં બનેલી સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું છે. આ ટનલ અરૂણાચલના તવાંગને આસામના તેજપુર સાથે જોડશે. પીએમ હવે જોરહાટના હોલોંગા પાથરમાં પ્રખ્યાત અહોમ યોદ્ધા લાચિત બોરકૂકનની ૮૪ ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે. આ માળખું 'સ્ટેચ્યુ ઓફ વેલોર' તરીકે ઓળખાશે.
વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ આ ટનલ ૧૩,૦૦૦ ફૂટની ઊંચાઈ પર બનેલી સૌથી ઊંચી લાંબી ટનલ છે. આ ડબલ લેન ઓલ વેધર ટનલ અરૂણાચલ પ્રદેશના પશ્ચિમ કામિંગ અને તવાંગ જિલ્લાઓને જોડશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે, 'આજે મને ઉત્તર-પૂર્વના તમામ રાજ્યોની સાથે વિકસિત ઉત્તર-પૂર્વની આ ઉજવણીમાં ભાગ લેવાની તક મળી વિકસિત રાજ્યમાંથી વિકસિત રાજ્યમાં ભારતની રાષ્ટ્રીય ઉજવણી સમગ્ર દેશમાં ઝડપી ગતિએ ચાલે છે. આજે મને વિકસિત ઉત્તર-પૂર્વની આ ઉજવણીમાં ઉત્તર-પૂર્વના તમામ રાજ્યો સાથે મળીને ભાગ લેવાની તક મળી છે.'
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, 'આજે અહીંનો મૂડ અલગ છે. હું જ્યાં પણ જાઉં છું ત્યાં મને લોકો દેખાય છે. મોદીની ગેરંટી તમે બધા આ સાંભળી રહ્યા છો. મોદીની ગેરંટી કેવી રીતે કામ કરે છે તેના પર સમગ્ર ઉત્તર-પૂર્વની નજર છે. વર્ષ ર૦૧૯ માં મેં અહીંથી ટનલનો શિલાન્યાસ કર્યો હતો. આજે જોઈએ કે તે પૂર્ણ થયું કે નહીં. મેં આજે એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો તે પૂર્ણ થયો કે નહીં. લોકો કહે છે કે મેં ચૂંટણી માટે કર્યું. મારૂ કામ લોકકલ્યાણ માટે છે. દુનિયા ગમે તે કહે.'
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આજે અહીં પપ હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અથવા શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આજે અરૂણાચલ પ્રદેશમાં ૩પ હજાર ગરીબ પરિવારોને તેમના કાયમી ઘર મળી ગયા છે. અરૂણાચલ પ્રદેશ અને ત્રિપુરામાં હજારો પરિવારોને નળ કનેક્શન મળ્યા છે. ઉત્તર-પૂર્વના વિવિધ રાજ્યોમાં કનેક્ટિવિટી સંબંધિત પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે.
આ ટનલ ચીન સરહદ પર સ્થિત તવાંગને તમામ હવામાનમાં કનેક્ટિવિટી પ્રદાન કરશે. ચીનની એલએસી બોર્ડરની નજીક હોવાને કારણે ૧૩ હજાર ફૂટની ઊંચાઈ પર બનેલી આ ટનલ ખરાબ હવામાનમાં સેનાની અવરજવરને સરળ બનાવશે. આટલી ઊંચાઈ પર બનેલી આ વિશ્વની સૌથી લાંબી ડબલ લેન ટનલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial