Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મશ્કરીની બાબતે કારખાનામાં યુવાન પર હુમલોઃ
જામનગર તા. ૯ઃ જામનગરના બેડેશ્વરમાં આવેલા એક કારખાનામાં શખ્સને મશ્કરી કરવાની ના પાડતા શ્રમિક પર હુમલો કરાયો હતો. મેહુલનગર પાસે પિતા, પુત્ર પર ચાર શખ્સ ધોકા, ઢીકાપાટુથી તૂટી પડ્યા હતા. જ્યારે ખાદીભંડાર પાસે એક શખ્સે છરીથી હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં કાપડ મીલની ચાલી પાસે રહેતા હાર્દિક પ્રવીણભાઈ મકવાણા નામના કોળી યુવાન ત્યાં જ આવેલી રાધે એન્ટર પ્રાઈઝ ઈન્ડસ્ટ્રીઝમાં મજૂરીકામ કરે છે. તેઓ ગુરૂવારે બપોરે કામ પર હતા ત્યારે ધરારનગર ૧માં રહેતા હારૂન સીદીક ચાવડા નામના સાથી કર્મચારીએ તેની મશ્કરી કરી હતી. તેને મશ્કરી કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા હારૂને ગાળો ભાંંડ્યા પછી નજીકમાં પડેલો પાઈપ ઉપાડી માથામાં ઝીંકી દીધો હતો.
ત્યારપછી ઢીકાપાટુથી માર મારવામાં આવ્યો હતો. આ બાબતે હાર્દિકના પિતા પ્રવીણભાઈ સમજાવવા જતાં તેઓની સાથે પણ ઝઘડો કરાયો હતો. હાર્દિકે સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના બેડી નાકા નજીક આવેલા ખાદી ભંડાર સામેના નવીવાસમાં રહેતા કુલસુમબેન ઈકબાલભાઈ સઘરાણીના પુત્ર અખ્તર સાથે બે દિવસ પહેલાં ત્યાં જ રહેતા અસ્ફાક મુરીમા ઉર્ફે બાદશાહને બોલાચાલી કરી હતી. તેનો ખાર રાખી અસ્ફાકે છરીથી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડયાની કુલસુમબેને ફરિયાદ નોંધાવી છે.
જામનગરના મેહુલનગર રોડ પર આવેલા શ્રીજી હોલ નજીક ગોકુલધામ સોસાયટીમાં રહેતા અશોકભાઈ નારાયણ ભાઈ ગુંદાળા ગુરૂવારે રાત્રે ત્યાં આવેલી પાનની એક દુકાન નજીક ભવાની ઝેરોક્ષ નામની દુકાનવાળા સાથે મકાન બાબતે વાત કરતા હતા જેમાં આ શખ્સ ઉશ્કેરાયો હતો અને તેણે અંધાશ્રમ આવાસમાં રહેતા અનિલ મેર અને અન્ય વ્યક્તિઓને બોલાવતા ત્રણ શખ્સ ધસી આવ્યા હતા. તે પછી ભવાની ઝેરોક્ષ દુકાનવાળા સહિત ચારેયે ધોકાથી હુમલો કર્યાે હતો. અશોકભાઈનો પુત્ર ચિંતન વચ્ચે પડતા તેને પણ માર મારવામાં આવ્યો હતો. સિટી-સી ડિવિઝન પોલીસે ચારેય હુમલાખોર સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial