Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એચ.જે. લાલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ ફાઉન્ડેશન દ્વારા
જામનગર તા. ૯ઃ જામનગરના હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના ઉપક્રમે આવતીકાલે તા. ૧૦-૩-ર૪ ના સાંજે પ-૩૦ વાગ્યે ગાંધીનગર મેઈન રોડ, સર્વમંગલ પાર્ટી પ્લોટમાં ગણેશ મહોત્સવ પંડાલના આયોજકો તેમજ ધો.૧૦-૧ર ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવાનો સમારોહ યોજવામાં આવ્યો છે. આ સાથે કેન્સરના રોગ અંગે માર્ગદર્શક પરિસંવાદ પણ યોજાશે.
આ સમારોહમાં મુખ્ય અતિથિપદે હાલારના સંસદ સભ્ય પૂનમબેન માડમ, અતિથિ વિશેષપદે મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ધારાસભ્યો રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, માર્કેટીંગ યાર્ડના ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્થાયી સમિતિના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જુથના નેતા આશિષભાઈ જોષી, દંડક કેતનભાઈ નાખવા, શહેર ભાજપ મહામંત્રીઓ પ્રકાશભાઈ બાંભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઈ ભાટુ, સ્પે. આયુ. ઓનકોલોજીસ્ટ ડો. રણજીતસિંહ સોલંકી, નગર પ્રા.શિ. સમિતિના ચેરમેન મનિષભાઈ મનખરા ઉપસ્થિત રહેશે.
આ સમારોહમાં સૌને ઉપસ્થિત રહેવા મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ લાલ, ટ્રસ્ટી જીતુભાઈ લાલ તથા લાલ પરિવારે અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial