Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા. ૧૧-૩-ર૦ર૪ થી શરૂ થતી એચ.એસ.સી. પરીક્ષા માર્ચ ર૦ર૪ (ધો. ૧ર) માં જામજોધપુર કેન્દ્ર નં. ૦૬૦પ ના બિલ્ડીંગ નં. ૧ શ્રી એન.એન. સંતોકી કન્યા વિદ્યાલય, બસ સ્ટેશન રોડ, જામજોધપુરમાં તા. રર-૩-ર૦ર૪ સવારના સેશનમાં ૧૦-૩૦ કલાકથી શરૂ થતી ચિત્રકામ (૧૩૭/૧૩૮) વિષયની પરીક્ષા શ્રી એન.એન. સંતોકી કન્યા વિદ્યાલય-જામજોધપુરને બદલે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ (સ.વ.પ. હાઈસ્કૂલ) સ્ટેશન રોડ, જામજોધપુરમાં લેવાનાર છે. બાકીના વિષયની પરીક્ષા વિદ્યાર્થીની રસીદમાં દર્શાવેલ તારીખ અને સમયે અને સ્થળે જ લેવાશે જેની સંબંધિત શાળાઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ નોંધ લેવી. તેમજ ધો. ૧૦ અને ૧ર ના વિદ્યાર્થીઓએ પોતાની બેઠક વ્યવસ્થા પરીક્ષા સ્થળમાં તા. ૧૦-૩-ર૦ર૪ ના બપોરે ર-૩૦ થી પ સુધી જોઈ શકશે તેમ જિલ્લા શિક્ષણ અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial