Advertisement
Author: નોબત સમાચાર

ભૂવામાં શ્રદ્ધા રાખવાના પ્રશ્ને ચડસાચડસી પછી યુવક પર ત્રણ શખ્સે કરી દીધો હુમલો

બંને હાથ તથા એક પગ ભાંગી નખાયાઃ

જામગનર તા. ૮ઃ ભાણવડ તાલુકાના કિલેશ્વરમાં બુધવારે સાંજે એક યુવક પર ત્રણ શખ્સે લાકડી-પાઈપથી હુમલો કરી ફ્રેક્ચર કરી નાખ્યા હતા. ભુવાઆતામાં શ્રદ્ધા રાખવા અને ન રાખવાના મુદ્દે ચડસાચડસી થયા પછી હુમલો થયાનું  ફરિયાદમાં જણાવાયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના કિલેશ્વરનેસમાં રહેતા જીવાભાઈ લખમણભાઈ ચાવડા નામના રબારી યુવાન પર બુધવારે સાંજે ભાણવડના રાણીવાવનેસવાળા કારાભાઈ નારણભાઈ ચાવડા, મેરૂભાઈ નારણભાઈ ચાવડા તથા ઘુમલીના રમેશ ચનાભાઈ ચાવડા નામના ત્રણ શખ્સે ગાળો ભાંડી પાઈપ-લાકડીથી હુમલો કર્યાે હતો.

આ હુમલામાં બંને હાથમાં તથા એક પગમાં જીવાભાઈને ફ્રેક્ચર થઈ ગયા છે. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા જીવાભાઈએ ભાણવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ રબારી સમાજના ભુવાઆતામાં તેઓ શ્રદ્ધા ધરાવે છે, જ્યારે સામેવાળા કારાભાઈ, મેરૂભાઈ અને રમેશભાઈ શ્રદ્ધા ધરાવતા ન હતા. આ બાબતે બુધવારે બોલાચાલી થયા પછી ત્રણેય શખ્સે હુમલો કર્યાે હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh