Advertisement
Author: નોબત સમાચાર

ભારતનો એક ઈનિંગથી વિજય

ધર્મશાળા (હિમાચલ પ્રદેશ) તા.૯ ઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેના અંતિમ ટેસ્ટ મેચમાં ભારતનો એક ઈનીંગ અને ૬૪ રનથી જવલંત વિજય થયો હતો.

ભારતે આજે તેનો પ્રથમ દાવ આઠ વિકેટે ૪૭૩ રનથી શરૂ કર્યો હતો અને ૪૭૭ રનમાં પૂરો થયો હતો. ભારતને પ્રથમ દાવની રપ૯ રનની નિર્ણાયક સરસાઈ મળી હતી.

ઈંગ્લેન્ડની ટીમનો બીજા દાવમાં ધબડકો થયો હતો. ઈંગ્લેન્ડના બેટધરો ટપોટપ આઉટ થઈ ગયા હતાં. લંચ સમયે ઈંગ્લેન્ડ ૧૦૩ રનમાં પાંચ વિકેટો ગુમાવી ચૂક્યું હતું. લંચ પછી પણ જો રૂટ સિવાય કોઈ બેટધર લાંબુ ટકી શક્યા ન હતાં. ઈંગ્લેન્ડના ક્રાઉલી શુન્ય, ડુકેર ર, પોપે ૧૯, બેરીસ્ટો ૩૯, સ્ટોક્સ ર, ફોકસ ૮, હાર્ટલી ર૦ અને વુડ શૂન્ય રને આઉટ થઈ ગયા હતાં. રૂટે ૮૪ રન કર્યા હતા. ભારત તરફથી અશ્વિન ૫, કુલદીપ અને બુમરાહે ૨-૨ તથા રવિન્દ્ર જાડેજાએ ૧ વિકેટ ઝડપી હતી. ભારતે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી ૪/૧થી જીતી લીધી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh