Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં નેશનલ હાઈ-વે પ્રોજેક્ટને અપગ્રેડ કરવા રૂા. ૧૫૩૩ કરોડ મંજૂર

ધ્રોળ-આમરણ માર્ગ માટે સવા છસ્સો કરોડ ખર્ચાશેઃ

જામનગર તા. ૯ઃ રાજ્યમાં નેશનલ હાઈ-વે પ્રોજેક્ટના અપગ્રેડેશન માટે રૂા. ૧પ૩ર.૯૭ કરોડની રકમ મંજુર કરવામાં આવી છે. જેમાં ધ્રોળ-આમરણ માર્ગ માટે સવા છસ્સો કરોડ મંજુર કરાયા છે.

કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ એક્સ પરફોર્મસ ઉપર માહિતી શેર કરી છે. તેમણે લખ્યું છે કે, મોરબીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગે ૧પ૧-એ ના ૧ર.૪ કિ.મી. લાંબા ધ્રોળથી આમરણ વિભાગ માટે રૂા. ૬રપ.પ૮ કરોડ મંજુર કરવામાં આવ્યા છે.

અમૃતસર-જામનગર કોરીડોર આ વિભાગ માટે ખૂટતી કડી છે. આ ખૂટતી લીંકનો વિકાસ ૩ રાજ્યોમાં ચાર રિફાઈનરીઓ અને પ્રોજેક્ટ અસર વિસ્તારમાં અનેક આર્થિક અને સામાજિક નોડ વચ્ચેની કનેક્ટિવિટી પૂર્ણ કરશે.

આ સ્ટ્રેમ પૂર્ણ થયા પછી ધ્રોળ-આમરણ-પીપળિયા રૂટ સેક્શન જામનગરના ઔદ્યોગિક શહેરને ગુજરાતના પૂર્વ અને ઉત્તરીય ભાગ સાથે તેમજ નેશનલ હાઈ-વે ૧પર-એ સ્ટેટ હાઈ-વે રપ ના જામનગર-રાજકોટ સેક્શન સાથે સીમલેશ કનેક્ટિવિટી પ્રદાન કરશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh