Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હજુ કેટલાક દબાણો તંત્રના રડારમાંઃ
જામનગર તા. ૯ઃ જામનગરના બેડીમાં કુખ્યાત સાયચાબંધુઓએ સરકારી જમીન પર ખડકી દીધેલા બે બંગલાના ડિમોલિશન માટે કાનૂની રાહ ખૂલો થતાં ગઈકાલે વહીવટી તંત્ર તથા પોલીસે સંયુક્ત રીતે કામગીરી હાથ ધરી બંને બંગલા જમીનદોસ્ત કરી નાખ્યા છે. હજુ કેટલાક દબાણો તંત્રના રડારમાં છે.
જામનગરના બેડી વિસ્તાર સ્થિત રે.સ.નં.૪૦માં આવેલા સરકારી ખરાબામાં વર્ષાે પહેલાં કુખ્યાત સાયચા ગેંગના શખ્સોએ પોતાના બંગલા જેવા બે મકાન ખડકી દીધા હતા. તેની રજૂઆત કલેક્ટર સમક્ષ થયા પછી લેન્ડ ગ્રેબિંગ સમિતિએ તપાસ શરૂ કરી હતી. જેમાં સરકારી જમીન પર દબાણ હોવાનું ખૂલતા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.
તે પછી વહીવટી તંત્રએ પોલીસને સાથે રાખી તે સ્થળે ડિમોલિશન શરૂ કર્યું હતું. તેમાં કાનુની રસ્તો અપનાવાતા પાડતોડ કામગીરી સ્થગિત થઈ હતી પરંતુ ગયા સપ્તાહે તંત્ર તરફી અદાલતી આદેશ આવતા ગઈકાલે વહીવટી તંત્ર તથા પોલીસ દ્વારા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું.
આ કામગીરીમાં મામલતદાર, જિલ્લા પોલીસ વડા પ્રમસુખ ડેલુના વડપણ હેઠળ સિટી ડીવાયએસપી જે.એન. ઝાલા, એલસીબી, એસઓજીનો કાફલો, સિટી-એ, બી અને સી ડિવિઝનના પીઆઈ તથા પોલીસ સ્ટાફ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બંને બંગલા જમીનદોસ્ત થઈ જતાં અંદાજે પાંચ હજાર ફૂટ જેટલી જગ્યા ખૂલી થવા પામી છે. આ જમીન પર દબાણ કરનાર સાયચાબંધુઓ સામે લેન્ડ ગ્રેબિંગ ઉપરાંત હત્યા પ્રયાસ, વ્યાજખોરી, સરકારી કર્મચારી પર હુમલો, ધમકી, જુગાર, દારૂબંધી ભંગ સહિતના કેટલાક ગુન્હાઓ નોંધાયેલા છે અને સાયચા ગેંગના એક શખ્સ સામે થોડા મહિના પહેલાં એક મહિલા શિક્ષિકાને આત્મ હત્યાની દુષ્પ્રેરણા આપવા અંગેનો ગુન્હો નોંધાયેલો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial