Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પંચેશ્વર ટાવર ચોકની મધ્યે ધ્વજ પોલમાં આખું વર્ષ ફરકતો રહે છે
જામનગરના પંચેશ્વર ટાવર ચોકમાં પ્રતિ વર્ષ મુજબ મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોટા કદનો ભગવો ધ્વજ શિવરાત્રિના દિવસે લહેરાવવામાં આવે છે, અને આ ભગવો ધ્વજ સમગ્ર વર્ષ દરમિયાન પંચેશ્વર ટાવર ચોકની મધ્યમાં લગાવવામાં આવેલા ધ્વજપોલમાં ફરકતો રહે છે. જેનું ધ્વજારોહણ મહાશિવરાત્રિના પાવનકારી પર્વે સંપન્ન થયું હતું. છોટી કાશીના શિવ ભકતોને ડોલાવવા માટે ઉજજૈનથી ૭પ થી વધુ ડમરૂ વાદકનું વૃંદ જામનગર આવી પહોંચ્યું હતું અને ગઈકાલે રાત્રે ૧૧ઃ૩૦ વાગ્યાથી ૧રઃ૩૦ વાગ્યા સુધીના એક કલાકના સમયગાળા દરમિયાન ડમરું વાદન કર્યું હતું અને શિવનાદ જગાવ્યો હતો. આ વેળાએ મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ વ્યાસ (મહાદેવ) દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. મોડી રાત્રીના સમયે પણ આ નજારો નિહાળવા માટે મોટી સંખ્યામાં શિવ ભકતો હાજર રહ્યા હતાં, અને હર હર મહાદેવના નાદ ગુંજ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial