Advertisement
Author: નોબત સમાચાર

મહાશિવરાત્રિ પર્વે સેન્ટ્રલ બેંક પાસે લાલ પરિવારના ટ્રસ્ટોના આકર્ષક ફ્લોટ્સ પાસે શિવ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત

જીતુભાઈ લાલ, મેયર-ડે. મેયર તથા મહાનુભાવો દ્વારા

જામનગરની લાલ પરિવાર સંસ્થાઓ શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા દેવાધિદેવ મહાદેવના મહાશિવરાત્રિ પર્વની ભારે ધૂમધામપૂર્વક અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. સેન્ટ્રલ બેંક નજીક મહાશિવરાત્રિના પર્વના દિવસે સુંદર અને આકર્ષક ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતાં અને ભવ્ય આતશબાજી સાથે શિવશોભાયાત્રાનું સ્વાગત અને સર્વે ભક્તજનો માટે સરબત (પ્રસાદ) નું વિતરણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. નગરમાં યોજાતી પરંપરાગત શિવશોભાયાત્રા ટ્રસ્ટના ફ્લોસ પર પહોંચતા ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ લાલ તેમજ જામનગરના મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. ચેરમેન નીલેશભાઈ કગથરા, જિલ્લા અગ્રણી મૂળુભાઈ કંડોરિયા, કોર્પોરેટર ધીરેનભાઈ મોનાણી, પૂર્વ મેયર પ્રતિભાબેન કનખરા, પૂર્વ કોર્પોરેટર પ્રજ્ઞાબેન ગણાત્રા, નિર્મળાબેન કામોઠી તથા જામનગર પત્રકાર મંડળના પ્રમુખ ગિરીશભાઈ ગણાત્રા તેમજ શહેર ભાજપના હોદ્દેદારો, સ્થાનિક વેપારીઓ, અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh