Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંગળવારે સાંજે સર્જાયો હતો અકસ્માતઃ
જામનગર તા. ૯: ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામના પાટિયા પાસે મંગળવારે સાંજે બાઈક સાથે રસ્તો ઓળંગતા કોલવા ગામના પ્રૌઢને મોટરે ઠોકર મારી હતી. ઈજાગ્રસ્ત પ્રૌઢનંુ સારવારમાં મૃત્યુ થયું છે. પોલીસે તેમના પુત્રની ફરિયાદ પરથી મોટર ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
ખંભાળિયા તાલુકાના કોલવા ગામમાં વસવાટ કરતા કાનાભાઈ દેવાણંદભાઈ નંદાણીયા નામના પ્રૌઢ જીજે-૩૭-કે ૪૧૧૩ નંબરના મોટર સાયકલમાં પેટ્રોલ ભરાવવા માટે મંગળવારે સાંજે કંડોરણા ગામ પાસે પેટ્રોલપંપે પર પહોંચ્યા હતા.
ત્યાં કાનાભાઈ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે અચાનક જ જીજે-૧૦-ડીએ ૩૧૨૮ નંબરની અલ્ટો મોટર પુરપાટ ઝડપે ધસી આવી હતી. તે મોટરના ચાલકે મોટરસાયકલ સાથે કાનાભાઈને ઠોકર મારી ફંગોળતા આ પ્રૌઢને માથા, હાથ તથા પગમાં ફ્રેક્ચર સહિતની ઈજા થઈ હતી. સારવાર માટે ખસેડવામાં આવેલા કાનાભાઈને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પસ્ટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ગઈકાલે સવારે મૃત્યુ થયું છે.
આ અકસ્માત અંગે તેમના પુત્ર ગોવિંદભાઈ નંદાણીયાએ ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મોટરના ચાલક સામે આઈપીસી ૩૦૪ (અ), ૨૭૯ તથા એમવી એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial