Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદની પેઢી સામે બાકી લેણું વસૂલવા કરાયેલો દાવો રખાયો મંજૂર

જામનગર તા. ૯: જામનગરમાં સીએની પેઢી ચલાવતા આસામીએ અમદાવાદની એક પેઢીના પ્રોપરાઈટર સામે લેણી રકમ વસૂલવા કરેલો દાવો અદાલતે મંજૂર રાખ્યો છે.

જામનગરના ઓનઅલી એમ. મોદી નામના આસામીએ આદિત્ય એન્ટરપ્રાઈઝ નામની પેઢી ચલાવતા પીનાબેન તુષારભાઈ નકુમને તેમના પતિ તુષાર એચ. નકુમ સાથેની મિત્રતાના કારણે રૂ. ૧૦ લાખ હાથઉછીના આપ્યા હતા.

તે રકમ આદિત્ય એન્ટરપ્રાઈઝના એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કર્યા પછી સમય વિત્યે ઓનઅલીએ પોતાની રકમ પરત માંગતા ગલ્લાતલ્લા કરાતા હતા. અંતે તેઓનો ફોન પણ ઉપાડવામાં આવતો ન હતો આથી તેઓએ અદાલતમાં લેણી રકમ વસૂલવા માટે દાવો નોંધાવ્યો હતો. તે દાવો ચાલી જતાં અદાલતે અમદાવાદની આદિત્ય એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર પીનાબેન નકુમને વાર્ષિક ૧૮ ટકા વ્યાજ ગણી બાકી રકમ ચૂકવી આપવા અને રકમ ન ચૂકવે તો સ્થાવર-જંગમ મિલકતમાંથી વસૂલવા અને દાવાનો ખર્ચ પણ ચૂકવી આપવા હુકમ કર્યાે છે. વાદી તરફથી વકીલ નિતલ ધ્રુવ ડેનીશા ધ્રુવ, પૂજા ધ્રુવ, આશિષ ફટાણીયા, ડી.એમ. જોષી, અલ્ફાઝ મુંદ્રા, અશ્વિન સોનગરા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh