Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય ત્રણ કેસમાં ત્રણ આસામીને ફટકારવામાં આવી કેદઃ
જામનગર તા. ૯: જામનગરના પિતા-પુત્રને રૂ. ૫૦-૫૦ હજારના ચેક પરતના કેસમાં અદાલતે ચાર મહિનાની કેદની સજા ફટકારી છે. જ્યારે અન્ય એક આસામીને ચેક પરતમાં એક વર્ષની કેદ થઈ છે. ઉપરાંત વલસાડના વેપારીને બે વર્ષની કેદની સજા અને એક સોસાયટીના સભાસદને ત્રણ મહિનાની કેદની સજાનો હુકમ કરાયો છે.
જામનગરમાં હીરેન એન્ટરપ્રાઈઝ નામની પેઢી ચલાવતા હીરેન બિપીનભાઈ કોટેચા પાસેથી રાજુભાઈ ગોપાલભાઈ કબીરાએ રૂ. ૫૦ હજાર હાથઉછીના મેળવી ચેક આપ્યો હતો. તે ચેક અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે બેંકમાંથી પરત આવ્યો હતો. તેની નોટીસ પાઠવ્યા પછી હીરેનભાઈએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં આરોપી હાજર ન થતાં અદાલતે આરોપીનો હક્ક બંધ કરી કેસ આગળ ચલાવ્યો હતો. આરોપી રાજુભાઈ ગોપાલભાઈને તક્સીરવાન ઠરાવી અદાલતે ચાર મહિનાની કેદની સજા અને ચેકની રકમ ચૂકવવાનો હુકમ કર્યાે છે. રકમ ભરપાઈ કરવામાં ન આવે તો વધુ પંદર દિવસની સજા ફટકારાઈ છે.
આ જ પેઢીવાળા હીરેનભાઈ પાસેથી રાહુલ રાજુભાઈ કબીરાએ રૂ. ૫૦ હજાર હાથઉછીના લઈ આપેલો ચેક બેંકમાંથી પરત ફર્યાની ફરિયાદ કરાઈ હતી. તે કેસમાં અદાલતે આરોપી રાહુલ રાજુભાઈને તક્સીરવાન ઠરાવી ચાર મહિનાની કેદની સજા અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. રકમ ભરવામાં ન આવે તો વધુ પંદર દિવસની સજા આપવામાં આવી છે.
જામનગરના યુવરાજ રાજેન્દ્રભાઈ સોલંકી પાસેથી રૂ. ૩૬,૫૦૦ જીતેન્દ્ર વિનોદરાય તન્નાએ હાથઉછીના લઈ પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. અદાલતે આરોપી જીતેન્દ્ર વિનોદરાયને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને ચેકથી બમણી રકમનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ ત્રણ મહિનાની કેદની સજા આપવામાં આવી છે. ત્રણેય કેસમાં ફરિયાદી તરફથી વકીલ મનોજ નંદા, રક્ષિત હીરપરા રોકાયા હતા.
જામનગરમાં ટાર્ગેટ પોલીમર્સ પ્રા.લિ. નામની પેઢી ચલાવતા સંદીપ કિશોરભાઈ કેસરીયા પાસેથી વલસાડ જિલ્લાના પારડીમાં હરી પ્લાસ્ટ પેક નામની પેઢી ચલાવતા વિલાસભાઈ નાનુભાઈ પરમારે પ્લાસ્ટિક દાણા ખરીદ્યા પછી તેની ચૂકવવાની થતી રૂ. ૩,૩૧,૫૫૯ની રકમનો ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની સંદીપભાઈએ જામનગર કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી વિલાસ નાનુભાઈને બે વર્ષની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. આ કેસમાં ફરિયાદી તરફથી વકીલ અશોક ગાંધી રોકાયા હતા.
જામનગરની સ્વામિ વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપ. સોસાયટીના સભાસદ ભદ્રેશ મનહરભાઈ દવેએ સોસાયટી પાસેથી લોન મેળવી રૂ. ૩૯,૩૫૮નો ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની સોસાયટીએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને ત્રણ મહિનાની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. સજાના હુકમ સમયે આરોપી હાજર ન હોવાથી વોરંટ કાઢવામાં આવ્યું છે. સોસાયટી તરફથી વકીલ મિતેશ પટેલ, મણીલાલ કાલસરીયા, ગૌરાંગ મુંજપરા, એચ.એમ. ધામેલીયા, જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial