Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં એ-૧ ગ્રેડમાં ર૮ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણઃ ઘણું સારૂ પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓ-વાલીઓ ખુશખુશાલ
જામનગર તા. ૯: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત્ માર્ચ માસમાં લેવાયેલી ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે. બોર્ડનું ૮ર.૪પ ટકા પરિણામ આવ્યું છે. જ્યારે જામનગરનું ૯૦.૩૪ ટકા અને દેવભૂમી દ્વારકા જિલ્લાનું ૮૬.૪૬ ટકા પરિણામ જાહેર થયું છે. એ-૧ ગ્રેડમાં જામનગરના ર૮ વિદ્યાર્થીનો સમાવેશ થયો છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક પણ વિદ્યાર્થી એ-૧ ગ્રેડમાં સ્થાન પામ્યો નથી. બોર્ડ દ્વારા સારૂ પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા છે.
ગત્ માર્ચ માસમાં ધો. ૧ર ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ લેવામાં આવી હતી. જેનું પરિણામે બે માસ પહેલા જ આજે જાહેર કરી દેવામાં આવ્યું છે.
રાજ્યના ૧૪૭ કેન્દ્રમાં ૧,૩૧,૮૪૯ વિદ્યાર્થી નોંધાયા હતાં તેમાંથી ૧,૩૦,૬પ૦ વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતાં જેનું પરિણામ ૮ર.૪પ ટકા જાહેર થયું છે. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર ભાટિયા (૯૭.૯૭ ટકા) સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર બોડેલી (૪૭.૯૮), વધુ પરિણામ ધરાવતો જિલ્લો મોરબી (૯ર.૮૦ ટકા), સૌથી ઓછા પરિણામ ધરાવતો જિલ્લો છોટાઉદેપુર (પ૧.૩૬) જાહેર થયો છે. રાજ્યમાં ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા ૧ર૭ છે. જે ગત્ વર્ષે ર૭ હતી તથા રાજ્યમાં ૧૦ ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાની સંખ્યા ર૭ ની છે. જે ગત્ વર્ષે ૭૬ ની હતી. રાજ્યમાં એ ગ્રુપનું ૯૦.૧૧ ટકા, બી-ગ્રુપનું ૭૮.૩૪ ટકા તેમજ એ.બી. ગ્રુપનું ૬૮.૪ર ટકા પરિણામ જાહેર થયું છે.
જામનગર કેન્દ્રમાં ૧ર૦૦ વિદ્યાર્થીઓ નોંધાયા હતાં તેમાંથી ૧૧૯૮ હાજર રહ્યા હતાં. જેમાંથી ૧૦૪૭ પાસ થયા છે. ૧પ૩ ને વધુ મહેનતની જરૂર છે. આમ પરિણામ ૮૭.૪૦ ટકા, ધ્રોળ કેન્દ્રમાં ૬૧૯ માંથી પ૯૯ ઉત્તીર્ણ થતા પરિણામ ૯૬.૭૭ ટકા જાહેર થયું છે. મીઠાપુર કેન્દ્રનું ૭૩.૩૩ ટકા, જામખંભાળિયા કેન્દ્રનું ૯૦.૦૭ ટકા પરિણામ જાહેર થયું છે.
જિલ્લા પ્રમાણે જોઈએ તો જામનગર જિલ્લામાં ૧૮૬૮ વિદ્યાર્થી નોંધાયા હતાં તેમાંથી ૧૮૬૪ હાજર રહ્યા હતાં તેમાંથી એ-વનમાં ર૮, એ-ર માં રપર બી-૧ માં ૪રપ, બી-ર માં ૪૪૯, સી-૧ મા ૩૩૭, સી-ર માં ૧૭૦, ડી માં ર૩ અને ઈ-૧ માં શૂન્ય જ્યારે ૧૮૪ ને વધુ મહેનતની જરૂર જણાય છે. આમ જામનગર જિલ્લાનું પરિણામ ૯૦.૩૪ ટકા જાહેર થયું છે.
જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૩૪૮ માંથી ૩૪૭ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જેમાંથી એ-૧ મા કોઈ વિદ્યાર્થીને સ્થાન મળ્યું નથી, જ્યારે એ-ર મા ર૦, બી-૧ મા પ૮, બી-ર માં ૭૬, સી-૧ મા ૮૬, સી-ર મા પ૦, ડી ગ્રેડમાં ૧૦, ઈ-૧ મા કોઈપણ નહીં, અને ૪૮ વિદ્યાર્થીને વધુ મહેનતની જરૂર છે. આમ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ૮૬.૪૬ ટકા પરિણામ જાહેર થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial