Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એ-ર ગ્રેડમાં સાત અને બી-૧, ર મા સત્તર-સત્તર વિદ્યાર્થીઓઃ
જોડિયા તા. ૯: ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ ર૦ર૪ માં લેવાયેલી એચ.એસ.સી. ધો. ૧ર ની પરીક્ષામાં જાણીતી સેવાભાવી, સામાજિક, મહિલા સેવા સંસ્થા શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળા, જોડિયા સંચાલિત શ્રીમતી યુ.પી. વ્યાસ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી રેગ્યુલર પ૩ વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી તે પૈકી તમામ વિદ્યાર્થીનીઓ ઉત્તીર્ણ થતા શાળાનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે.
એ-ર ગ્રેડમાં સાત વિદ્યાર્થીનીઓ, બી-૧ ગ્રેડમાં સત્તર વિદ્યાર્થીનીઓ અને બી-ર ગ્રેડમાં સત્તર વિદ્યાર્થીનીઓ અને સી-૧ ગ્રેડમાં અગિયાર વિદ્યાર્થીનીઓ ઉત્તીર્ણ થયેલ છે.
શાળામાં અભ્યાસ કરતી સોલંકી મિતલ નલિનભાઈ ૬રર ગુણ મેળવી ૯૮.૦ર પર્સન્ટાઈલ સાથે પ્રથમ, ચાનપા નંદની નાજાભાઈ ૬૧૯ ગુણ મેવી ૯૭.૭૪ પર્સન્ટાઈલ સાથે દ્વિતીય અને ઝાલા બંરીબા જોરૂભા પ૮૦ ગુણ મેળવી ૯ર.ર૭ પર્સન્ટાઈલ સાથે તૃતીય ક્રમે આવેલ છે.
સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભરતભાઈ સુખપરિયાએ તથા ટ્રસ્ટીગણે શાળાના નવનિયુક્ત આચાર્યા શ્રી ક્રિષ્નાબા ચુડાસમા, શિક્ષકગણ અને વાલીઓને અભિનંદન પાઠવ્યા છે. ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીનીઓને ઉચ્ચ અભ્યાસ અને યશસ્વી કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial