Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેએક વર્ષ પહેલાં બન્યો હતો બનાવઃ
જામનગર તા. ૯: જામનગરમાં બેએક વર્ષ પહેલાં એક બાળકી સાથે અડપલાં કરનાર શખ્સ સામે પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને ત્રણ વર્ષની કેદની સજા અને રોકડનો દંડ ફટકાર્યાે છે.
જામનગરના એક વિસ્તારમાં વસવાટ કરતા પરિવારની ચાર વર્ષની પુત્રી બેએક વર્ષ પહેલાં પોતાના ઘરની બહાર ટોયલેટમાં ગઈ હતી ત્યાંથી બહાર નીકળતા આ બાળકીએ રીઝવાન ખીરા નામના શખ્સે બોલાવી હતી.
ત્યારપછી આ શખ્સે તે બાળકી સાથે અણછાજતા અડપલાં કર્યા હતા. આ વેળાએ તે વિસ્તારમાં હોબાળો મચ્યા પછી રીઝવાન ખીરા સામે બાળકીના વાલીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીને પકડી પાડી કોર્ટમાં રજૂ કરતા તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત કેસ જામનગરની અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપીને ત્રણ વર્ષની કેદની સજા અને રોકડનો દંડ ફટકાર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial