Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમાધાન માટે બોલાવી ધોકાવી નખાયાઃ
જામનગર તા. ૯: કાલાવડના એક આસામીએ પોતાની દુકાને આવવાની એક શખ્સને ના પાડતા તેઓને સમાધાન માટે બોલાવી મંગળવારની રાત્રે ચાર શખ્સે માર માર્યા પછી એક શખ્સે છરી હુલાવી દીધી હતી. સારવારમાં ખસેડાયેલા આસામીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
કાલાવડ શહેરના કુંભનાથ પરા વિસ્તારમાં વસવાટ કરતા અને પંજેતનનગરમાં દુકાન ચલાવતા હસન જમાલભાઈ સોરા નામના વેપારીએ કાલાવડના જ ફરદીનખાન દિલાવરખાન પઠાણને પોતાની દુકાને આવવાની ના પાડી હતી. આમ છતાં બુધવારે ફરદીનખાન તેમની દુકાને ગયો હતો.
આથી હસનભાઈએ ફોન કરીને ફરદીનખાનને ફરીથી ના પાડતા આ શખ્સે ગાળો ભાંડી હતી. તે પછી સમાધાન માટે ફરદીનખાને પંજેતનનગરમાં આવવા માટે કહેતા મંગળવારે રાત્રે હસનભાઈ ગયા હતા. જ્યાં ફરદીનખાન તેમજ લતીફ ઓસમાણ સમા, એજાઝ ઓસમાણ સમા ઉર્ફે બ્રેટલી નામના શખ્સોએ ગાળો ભાંડી હુમલો કર્યાે હતો.
આ વેળાએ બ્રેટલી તથા ફરદીનખાન તથા એક અજાણ્યા શખ્સે તેઓને પકડી રાખ્યા હતા અને લતીફ ઓસમાણે છરી જેવું તિક્ષણ હથિયાર બહાર કાઢી હસનભાઈ પર હુમલો કરી પડખામાં ઘા ઝીંકી દીધો હતો. સારવાર માટે દવાખાને ખસેડાયેલા હસનભાઈએ ગઈકાલે કાલાવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૨૩, ૩૨૬, ૫૦૪, ૧૧૪, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial