Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અડધા લાખનો ફોન સેરવાયોઃ
જામનગર તા. ૯: જામનગરના એસટી ડેપોમાં ગયા શનિવારે સવારે પ્લેટફોર્મ નં.૧ પર બસની રાહ જોઈને ઉભેલા એક પ્રૌઢના શર્ટના ખિસ્સામાંથી રૂપિયા અડધા લાખની કિંમતનો મોબાઈલ સેરવાઈ ગયો છે.
જામનગરના વાલકેશ્વરી નગરી વિસ્તારમાં રહેતા સાગર સુરેશભાઈ નંદાસણા નામના આસામીને ત્યાં તેમના મામાજી રમેશભાઈ વસરામભાઈ માણસુરીયા આવ્યા હતા.
ત્યાંથી ગઈ તા.૪ની સવારે રમેશભાઈ પોતાના ગામ જવા માટે સુમેર કલબ રોડ પર એસટી ડેપોમાં આવ્યા હતા અને ત્યાં પ્લેટફોર્મ નં.૧ પાસે બસની રાહ જોતા હતા. આ વેળાએ તેમના શર્ટના ખિસ્સામાંથી કોઈ શખ્સ રૂ. ૫૦ હજારની કિંમતનો એપલ કંપનીનો ફોન સેરવી ગયો હતો. પોલીસે અજાણ્યા તસ્કર સામે આઈપીસી ૩૭૯ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial