Advertisement
Author: નોબત સમાચાર

માંદગીની રજા લેનારા ૨૫ કર્મચારીઓ બરતરફ

નવી દિલ્હી તા. ૯: એર ઈન્ડિયા એક્સપ્રેસ માંદગીની રજા લઈ રહેલા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરી છે. એરલાઈને ૨૫ કર્મચારીઓને બરતરફ કર્યા છે. સૂત્રોએ આ માહિતી આપી છે. મોટી સંખ્યામાં ક્રુ મેમ્બરોએ માંદગીની રજા લેવાના કારણે એરલાઈનની ૯૦થી વધુ ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યું કે, એર ઈન્ડિયા એક્સપ્રેસ એરલાઈન્સના લગભગ ૨૫ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવામાં અવ્યા છે. આ કેબીન ક્રુ મેમ્બર્સ કામ પર ન આવ્યા જેના કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. એરલાઈને બુધવારે કહ્યું હતું કે, તેના ઘણા વરિષ્ઠ ક્રુ મેમ્બરોએ અચાનક માંદગીની રજા લઈ લીધી છે. મંગળવારે રાત્રે શરૂ થયેલો આ સિલસિલો બુધવાર સુધી ચાલુ રહ્યો હતો જેના કારણે એરલાઈને ૯૦થી વધુ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. સિવિલ એવિએશન ઓથોરિટી આ મામલે તપાસ કરી રહી છે.

એર ઈન્ડિયા એક્સપ્રેસે એર ઈન્ડિયાની પેટા કંપની છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ એપ્રિલ ૨૦૦૫માં શરૂ કરવામાં આવી હતી. તે દિલ્હી, મુંબઈ, ત્રિવેન્દ્રમ અને કોચીથી ગલ્ફ દેશોની ફ્લાઈટ્સનું સંચાલન કરે છે. એર ઈન્ડિયાને ટાટા ગ્રુપે થોડા વર્ષાે પહેલા ખરીદી હતી. એર ઈન્ડિયા એક્સપ્રેસમાં સંકટ એવા સમયે ઘેરાયેલું છે જ્યારે એઆઈએકસ કનેકટ એર ઈન્ડિયા સાથે તેના વિલીનીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. બુધવારે મોટી સંખ્યામાં ક્રુ મેમ્બર્સ અચાનક માંદગીની રજા પર ગયા બાદ દિલ્હી એરપોર્ટ પર અરાજકતાનું વાતાવરણ હતું. એર ઈન્ડિયા એક્સપ્રેસે છેલ્લી ઘડીએ ગોવા, ગુવાહાટી અને શ્રીનગરની ફ્લાઈટ રદ્દ કરી હતી. મુસાફરોએ ફરિયાદ કરી હતી કે તેમને એરપોર્ટ પહોંચ્યા પછી જ આ વિશે ખબર પડી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh