Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જીએસઈબીએ જાહેર કર્યું ધો. ૧ર નું પરિણામઃ જામનગર જિલ્લામાં ૧૯૦ અને દ્વારકા જિલ્લામાં ર૩ વિદ્યાર્થીઓએ મેળવ્યો એ-૧ ગ્રેડ
જામનગર તા. ૯: ગુજરાત માધ્યમિક અને ઉત્તમ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો. ૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડનું ૯૧.૯૩ ટકા પરિણામ જાહેર થયું છે, જ્યારે જામનગર જિલ્લાનું ૯૧.૩૯ ટકા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ૯પ.૦૩ ટકા પરિણામ જાહેર થયું છે. જામનગરમાં એ-૧ મા ૧૯૦ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ર૩ વિદ્યાર્થીઓએ એ-૧ મા સ્થાન મેળવ્યું છે.
ગત્ વર્ષે માસમાં ધો. ૧ર સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવાઈ હતી જેનું આજે બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડમાં ૩,૭૮,ર૬૮ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જેમાંથી ૩,૪૭,૭૩૮ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા બોર્ડનું પરિણામ ૯૧.૯૩ ટકા આવ્યું છે જે ખૂબ જ સારૂ હોવાથી વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા છે. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર છાલા (૯૯.૬૧) અને જિલ્લા બોટાદ (૯૬.૪૦) તથા સૌથી ઓછા પરિણામમાં કેન્દ્ર ખાવડા પ૧.૧૧ અને જિલ્લામાં જૂનાગઢ ૮૪.૮૧ ટકા જાહેર થયું છે.
રાજ્યમાં ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા ૧૬૦૯ ની થઈ છે. જે આગલા વર્ષે ૩૧૧ હતી, જ્યારે ૧૦ ટકાથી ઓછું પરિણામવાળી રાજ્યની શાળાની સંખ્યા ૧૯ ની છે. જે આગલા વર્ષે ૪૪ હતી. આમ પરિણામમાં સુધારો જોવા મળ્યો છે. રાજ્યમાં ૮૯.૪૫ ટકા વિદ્યાર્થી અને ૯૪.૩૬ ટકા વિદ્યાર્થિની ઉત્તીર્ણ થતા ફરી એક વખત છોકરીઓએ મેદાન માર્યું છે.
કેન્દ્રવાઈસ પરિણામ જોઈએ તો જામનગર કેન્દ્રનું ૮૯.૯૦ ટકા, ધ્રોળનું ૯પ.ર૧ ટકા, કાલાવડનું ૯૧.૩૦ ટકા, લાલપુરનું ૯૧.૪૬ ટકા અને જામજોધપુરનું ૯પ.૯૦ ટકા જાહેર થયું છે.
જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેન્દ્રમાં મીઠાપુરનું ૯૧.૯૪ ટકા, જામખંભાળિયા ૯પ.૩૮ ટકા, દ્વારકાનું ૯૦.૩પ ટકા, ભાટિયા ૯૪.૮૪ ટકા અને ભાણવડનું ૯૬.૭૭ ટકા પરિણામ જાહેર થયું છે.
જામનગર જિલ્લામાં ૭૬૯૧ વિદ્યાર્થીમાંથી ૭૬૭૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી ૧૯૦ વિદ્યાર્થીએ એ-૧ મા સ્થાન મેળવ્યું છે, જ્યારે એ-ર મા ૧ર૩૬, બી-૨ મા ૧૮ર૦, બી-ર મા ૧૮૪૪, સી-૧ મા ૧૩ર૭, સી-૧ મા પપ૭, ડી મા ૪ર, ઈ-૧ મા ૧ જ્યારે ૬૭૪ ને વધુ મહેનતની જરૂર છે. આમ પરિણામ ૯૧.૩૯ ટકા જાહેર થયું છે.
જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૩પ૩૩ માંથી ૩પ૧૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૧૩ વિદ્યાર્થીઓએ એ૧ મા સ્થાન મેળવ્યું છે. જ્યારે એ-ર માં પ૧૯, બી-૧ મા ૯૩૯, બી-ર મા ૯૮૭, સી-૧ માં ૬૩૦, સી-ર મા રર૭, ડી મા ૧૮, ૯-૧ માં ૦, જ્યારે ૧૯૦ ને વધુ મહેનતની જરૂર છે. આમ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૯પ.૦૩ ટકા પરિણામ જાહેર થયું છે. રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ઊંચુ પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ થઈ ગયા છે.
અમારા ખંભાળીયાના પ્રતિનિધિ જણાવે છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લો રાજ્યમાં છેવાડાનો જિલ્લો હોવા છતાં પણ આજે જાહેર થયેલા ધો. ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનાપરિણામોમાં ડંકો વગાડીને અનેક મોટા જિલ્લાઓને પરિણામોમાં પાછળ રાખીને ઉત્કૃષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
સામાન્ય પ્રવાહ ધો. ૧૨માં દ્વારકા જિલ્લો રાજ્યમાં આઠમા ક્રમે આવ્યો છે.
ખંભાળીયામાં કેન્દ્રમાં ૧૩૬૪ માંથી ૧૩૦૧ સાથે ૯૫.૩૮ ટકા, ભાટીયામાં ૧૧૭૨માંથી ૧૧૧૨ સાથે ૯૪.૮૮ ટકા, દ્વારકામાં ૨૫૯ માંથી ૨૩૪ સાથે ૯૦.૩૫, ભાણવડમાં ૬૧૯ માંથી ૫૯૯ સાથે ૯૬.૭૨ ટકા, મીઠાપુરમાં ૧૨૪ માંથી ૧૧૪ સાથે ૯૧.૯૪ પરિણામો સાથે દ્વારકા જિલ્લાનું સામાન્ય પ્રવાહનું પરિણામ જામનગર, અમદાવાદ, નવસારી, જુનાગઢ, ગીર સોમનાથ, સુરત, ભરૂચ, નવસારી, ગાંધીનગર જેવા વિકસિત જિલ્લાઓથી પણ ઊંચું છે. દ્વારકા જિલ્લાની રાજપરા હાઈસ્કૂલ કલ્યાણપુર તાલુકાનું ૧૦૦ માંથી ૧૦૦ ટકા પરિણામ આવેલું. ૪૪ માંથી ૪૪ પાસ થયા હતાં તો અગત્સય શાળા ખંભાળીયામાં ૧૫૦ માંથી ૧૪૯ પાસ થયા હતાં.
દ્વારકા જિલ્લો વિજ્ઞાન પ્રવાહમાં પણ રાજ્યમાં નવમા ક્રમે આવેલો છે.
દ્વારકા જિલ્લામાં પરીક્ષા વખતે જ નવા જિલ્લા શિક્ષણાધિકારી ડો. હર્ષવર્ધનસિંહ જાડેજા નિમાયા છતાં પરીક્ષા સમિતિના વડા જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, ડીડીઓ એસ.ડી. ધાનાણી, અધિક નિવાસી કલેક્ટર ભૂપેશ જોટણીયા તથા જિ.શિ. ડો. હર્ષવર્ધનસિંહ જાડેજાની જહેમત ફળતા રાજ્યમાં દ્વારકા જિલ્લાનું ઉત્કૃષ્ટ પરિણામ આવતા આ અધિકારીઓ દ્વારા શાળા સંચાલકો, આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial