Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ. ૧૪.૫૦ લાખનો દંડ ભરવા આદેશઃ
જામનગર તા. ૯: જામનગરના એક આસામીએ દલાલી પેટે ચૂકવવાની થતી રકમ માટે રૂ. સવા સાત લાખનો ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની નોંધાવાયેલી ફરિયાદમાં અદાલતે તેને બે વર્ષની કેદની સજા અને ચેકથી બમણી રકમનો દંડ ફટકાર્યાે છે.
જામનગરમાં વસવાટ કરતા અને માતૃકૃપા પ્રોડ્કટસ નામની પેઢી ચલાવતા યશપાલસિંહ ઉદયસિંહ વાળા પાસેથી જમીન-મકાનની દલાલીનું કામ કરતા વિરૂમલ મોહનદાસ નંદાણીએ રૂ. ૭,૨૫,૦૦૦ની રકમ દલાલી પેટે લેવાની હતી.
આ રકમની ચૂકવણી માટે માતૃકૃપા પ્રોડકટ્સનો ચેક યશપાલસિંહે આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા વિરૂમલ નંદાણીએ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી યશપાલસિંહ ઉદયસિંહ વાળાને તક્સીરવાન ઠરાવી બે વર્ષની કેદની સજા અને ચેકથી બમણી રકમનો દંડ ફટકાર્યાે છે. દંડની રકમ વળતર પેટે ફરિયાદીને ચૂકવી આપવાનો અને દંડ ભરવામાં ન આવે તો વધુ છ મહિનાની કેદની સજાનો હુકમ કરાયો છે. ફરિયાદી તરફથી વકીલ નિતલ ધ્રુવ ડેનીશા ધ્રુવ, પૂજા ધ્રુવ, આશિષ ફટાણીયા, ડી.એમ. જોષી, અલ્ફાઝ મુંદ્રા, અશ્વિન સોનગરા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial