Advertisement
Author: નોબત સમાચાર

જામનગર બેઠક પર પૂનમબેન માડમે રૂ. ર૭.૩૩ લાખ અને જે.પી. મારવિયાએ રૂ. ૧૧.પ૯ લાખ જ ખર્ચ્યા

સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ રૂ.  ૭પ લાખ જેટલો ચૂંટણી ખર્ચ રાજેશ ચુડાસમાનો

જામનગર તા. ૯: લોકસભાની ચૂંટણીમાં દરેક ઉમેદવારને મહત્તમ ૯પ લાખ રૂપિયાનો ખર્ચ કરવાની છૂટ હોય છે. આ બાબતની લોકસભાની ચૂંટણીમાં જામનગર લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલ હિસાબ મુજબ રૂ.  ર૭.૩૩ લાખનો ખર્ચ કયો છે, જ્યારે તેમના મુખ્ય હરિફ ઉમેદવાર કોંગ્રેસના જે.પી. મારવિયાએ રૂ.  ૧૧.પ૯ લાખનો ખર્ચ થયો હોવાનું રજૂ કર્યું છે. આમ ખર્ચની બાબતમાં પૂનમબેન માડમે કોંગ્રેસના ઉમેદવાર કરતા રૂ.  ૧પ.૭૪ લાખનો વધુ ખર્ચ કર્યો હોવાનું જાહેર થયું છે.

આ વખતની ચૂંટણીમાં છેક મતદાનના દિવસ સુધી પ્રચાર-પ્રસારમાં કોઈ ગરમાવો જોવા મળ્યો ન હતો, અને પૂનમબેન માડમની ઉમેદવાર તરીકેની જાહેરાત ફોર્મ ભરતા અગાઉ થઈ ગઈ હોવાથી ફોર્મ ભર્યું ત્યાં સુધીના ખર્ચની વિગતો ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં સ્વાભાવિક રીતે જ સામેલ થઈ નથી. પરિણામે પ્રચાર ખર્ચ બન્ને પક્ષે ખૂબ ઓછો થયો હોવાનું સમજાય છે.મતગણતરી પહેલા જ પૂનમબેને ચૂંટણી ખર્ચમાં રૂ.  ૧પ.૭૪ લાખ જેવી સરસાઈ હાંસલ કરી લીધી છે.

સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠકોમાં સૌથી વધુ ખર્ચ જુનાગઢના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ ૭૪.૯૭ લાખ કર્યો છે. ભાવનગરના ભાજપના નિમુબેન બાંભણિયાએ પ૦.પ૭ લાખ ખર્ચ દર્શાવ્યો છે. જ્યારે કોંગ્રેસમાંથી સૌથી વધુ ખર્ચ જૂનાગઢના ઉમેદવાર હિરાભાઈ જોટવાએ રૂ.  ૩૪.૬ર લાખ રજૂ કર્યો છે. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી ઓછો ખર્ચ સુરેન્દ્રનગર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ ૭.૮ર લાખ કર્યો હોવાનું જાહેર થયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh