Advertisement
Author: નોબત સમાચાર

પ્રધાનમંત્રી આવાસમાં બાંધકામ વેળાએ બેશુદ્ધ બની ગયા પછી શ્રમિકનું મૃત્યુ

દ્વારકામાંથી અજાણ્યા પ્રૌઢનો મળી આવ્યો મૃતદેહઃ

જામનગર તા. ૯: જામનગરના પોલીસ હેડકવાર્ટર પાછળ નિર્માણાધિન પ્રધાનમંત્રી આવાસના ત્રીજા માળે ગઈકાલે બાંધકામની મજૂરી કરી રહેલા એક પરપ્રાંતિય શ્રમિક કોઈ કારણથી બેશુદ્ધ બની ગયા પછી મોતને શરણ થયા છે. સાથી કર્મચારીએ પોલીસને જાણ કરી છે. દ્વારકા શહેરમાં કીર્તિ સ્તંભ પાસેથી ગઈકાલે સાંજે બાવનેક વર્ષના એક અજાણ્યા પ્રૌૈઢ મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ આદરી છે.

જામનગરના સરૂ સેક્શન રોડ પર આવેલા પોલીસ હેડ કવાર્ટર પાછળ બની રહેલા પ્રધાનમંત્રી આવાસની સાઈટ પર ગઈકાલે બપોરે મૂળ ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લાના સોનાપુર તાલુકાના દાનગંજ ગામના વતની રાધેશ્યામ શિવબચ્ચન સુવારી (ઉ.વ.રપ) નામના શ્રમિક કામ કરતા હતા.

આ શ્રમિક ત્રીજા માળે કામ કરતા હતા ત્યારે કોઈ કારણથી બેભાન બની જતાં તેઓને સાથી કર્મચારી તેજુભાઈ હરીલાલ બિંદુએ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

દ્વારકા શહેરમાં આવેલા કીર્તિ સ્થંભ પાસે ગઈકાલે બપોરે બાવનેક વર્ષના લાગતા એક અજાણ્યા પ્રૌઢ બેભાન જેવી હાલતમાં જોવા મળતા કિશનભાઈ પરબતભાઈ ખારવાએ પોલીસને જાણ કરી હતી. દોડી ગયેલી પોલીસે ત્યાંથી આ પ્રૌઢને સારવારમાં ખસેડવાની તજવીજ કરી ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પીએમમાં ખસેડ્યા છે અને મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh