Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતક વિદ્યાર્થી મોબાઈલમાં મશગૂલ રહેતો હતોઃ
જામનગર તા. ૯: કલ્યાણપુરના નંદાણા ગામમાં રહેતા લોહાણા વેપારીના ૨૦ વર્ષના જુવાનજોધ પુત્રએ ગઈકાલે કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. પોલીસે પિતાનું નિવેદન નોંધ્યું છે. અભ્યાસ કરતો આ યુવાન મોબાઈલમાં મશગૂલ રહેતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામમાં ખરાવાડમાં રહેતા વેપારી વિનોદભાઈ કાનજીભાઈ સચદેવ નામના લોહાણા પ્રૌઢના ૨૦ વર્ષના પુત્ર પાર્થ સચદેવે ગઈકાલે સવારે પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી.
આ યુવાને કોઈ અકળ કારણથી મરી જવાનો નિર્ણય કરી ઘરના બેઠક રૂમમાં દોરડા વડે ગળાટૂંપો ખાઈ લીધો હતો. જેની જાણ થતાં પરિવારે પોલીસને વાકેફ કરી હતી. દોડી ગયેલા જમાદાર નેભાભાઈ બારડે મૃતદેહનો કબજો સંભાળી પિતા વિનોદભાઈનંુ નિવેદન નોંધ્યું છે. જાણવા મળ્યા મુજબ હાલમાં અભ્યાસ કરતો પાર્થ થોડા દિવસથી મોબાઈલમાં મશગૂલ રહેતો હતો. તે પછી ગઈકાલે આ યુવાને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial