Advertisement
Author: નોબત સમાચાર

ઈન્કમટેક્સની ઓફિસ પાસે આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

સોદા લેતાં શખ્સનું નામ એલસીબીને આપ્યું:

જામનગર તા. ૯: જામનગરના રાજપાર્ક સામે આવેલી ઈન્કમટેક્સ ઓફિસ નજીક ગઈકાલે રાત્રે ઉભા રહી ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સને એલસીબીએ પકડી પાડ્યો છે. તેણે સોદા લેતાં શખ્સનું નામ આપ્યું છે.

જામનગરના ગુલાબનગર રોડ પર આવેલા રાજપાર્ક સામે ઈન્કમટેક્સ ઓફિસના દરવાજા નજીક ગઈકાલે રાત્રે એક શખ્સ ક્રિકેટનો સટ્ટો રમતો હોવાની બાતમી પરથી એલસીબીના સ્ટાફે દરોડો પાડ્યો હતો.

આ સ્થળેથી રવિ પાર્કમાં રહેતો હરેશ ચોઈથરામ હાડવાણી નામનો સિંધી શખ્સ મળી આવ્યો હતો. આ શખ્સ પોતાના મોબાઈલમાં ગઈકાલની આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હતો. એલસીબીએ મોબાઈલ, રોકડ મળી કુલ રૂ. ૮,૩૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. આ શખ્સે પોતાની પાસેથી કપાત લેતા રંગમતી પાર્કવાળા દેવેન્દ્ર સિંધીનું નામ આપ્યું છે. બંને સામે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh