Advertisement
Author: નોબત સમાચાર

સોના સાથે ડબલ ચાંદી ફ્રી અને મેકિંગ ચાર્જમાં તગડું ડિસ્કાઉન્ટ

નવનીત જ્વેલ્સ મોલમાં અખાત્રીજના અવસરે ડબલ બોનાન્ઝા

જામનગર તા. ૯: જામનગર શહેરના સૌથી વિશાળ ન્યુ અલ્ટ્રામોર્ડન જ્વેલરી મોલ નવનીત જ્વેલ્સ આગામી અખાત્રીજના પાવન અવસર ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ સ્કીમો અને નવી જ્વેલરીનો ખજાનો લાવ્યા છે.

જામનગરમાં છેલ્લા દસ દાયકાથી સુવર્ણ અલંકારના વ્યવસાય સાથે સંકળાયેલી માંડલિયા પરિવારની ઈન્દિરા માર્ગ પર વિશાળ જગ્યામાં આવેલ નવનીત જ્વેલ્સના ત્રણ મજલાના ન્યુ અલ્ટ્રામોર્ડન જ્વેલરી મોલ આ વખતે એક આકર્ષક સ્કીમ લાવ્યા છે, જેમાં જેટલું સોનું ખરીદો એનાથી બમણા વજનની ચાંદી ભેટ મળશે.

કલાત્મક સુવર્ણ આભૂષણોના ક્ષેત્રમાં નવનીત જૂથે શહેર અને જિલ્લામાં અપ્રતિમ વિશ્વસનીયતા, ભારે નામના અને લોકચાહના મેળવી છે. નવનીત જૂથ દ્વારા આ વર્ષ, એટલે કે, ૧૦૦મું વર્ષ આખું વર્ષ, ગ્રાહકોએ તેમના તરફ દર્શાવેલ વિશ્વાસ અને પ્રેમને ધ્યાને લઈ નવી-નવી ડિઝાઈનના નવા ઘરેણાં અને આકર્ષક ડિસ્કાઉન્ટ-સ્કીમ દ્વારા ગ્રાહકોને વળતર આપવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

તા. ૧૦/૫ ના નવનીત જવેલ્સ દ્વારા નવી નવી ડિઝાઇનોના ગોલ્ડ સિલ્વર અને ડાયમંડ આભૂષણો મુકવામાં આવનાર છે. ખાસ સેલિબ્રેશન તરીકે સોનાના તથા રિયલ ડાયમંડના દાગીનાના મેકિંગ ચાર્જ ઉપર ૭૦% અને ચાંદીના દાગીનાના મેકિંગ ચાર્જ ઉપર ૧૦૦% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

આ ઉપરાંત, નવનીતની આગવી સ્કીમ રૂપે આવનારા અવસરનું આગોતરૂ આયોજન એટલેકે સુવર્ણ સેતુ અને સુવર્ણ સેતુ પ્લસમાં ઈએમઆઈ પર સોનું મેળવવાની અદભુત યોજનાનો પણ સૌ ખુબ લાભ લઈ રહ્યા છે. તેવી જ રીતે, નવનીતમાંથી ખરીદેલી જવેલરી ઉપર એક વર્ષનો ઈન્સયોરન્સ તદન ફ્રી મળે છે.

અધધધ.. થઈ જાય એટલું ડિસ્કાઉન્ટ અને ગોલ્ડ, સિલ્વર અને રિયલ ડાયમંડ જ્વેલરીનું વિશાળ કલેક્શન આ અખાત્રીજને નવનીત જવેલ્સને સંગ વિશેષ અવસર બનાવશે એ ચોક્કસ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh