Advertisement
Author: નોબત સમાચાર

ઉછીના આપેલા પૈસા પરત માંગી એક શખ્સે પુનીતનગરમાં યુવાનને છરી મારી

એક વર્ષ પહેલાં આપેલા રૂ. ૧૦ હજાર પરત માગ્યાઃ

જામનગર તા. ૯: જામનગરના ગાંધીનગર નજીકના પુનીતનગરમાં મંગળવારે સાંજે રૂ. ૧૦ હજાર પરત માંગી એક શખ્સે છરીથી એક યુવાન પર હુમલો કર્યાે હતો. ઈજાગ્રસ્તે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના રાંદલનગર વિસ્તારમાં રહેતા રાજેન્દ્રસિંહ દીપસિંહ જાડેજા નામના યુવાન મંગળવારે સાંજે ગાંધીનગર નજીક પુનીતનગરમાંથી જતા હતા. ત્યારે પટેલકોલોનીની શેરી નં.૧૧/૧૨માં રહેતા યોગીરાજસિંહ જેઠવા મળ્યા હતા. આ શખ્સે એકાદ વર્ષ પહેલા રૂ. ૧૦ હજાર રાજેન્દ્રસિંહને હાથઉછીના આપ્યા હતા.

ઉપરોક્ત રકમ પરત મંગાતા રાજેન્દ્રસિંહે થોડા દિવસમાં પૈસા આપી દેવાનું કહેતા ઉશ્કેરાયેલા યોગીરાજે ગાળો ભાંડી છરીથી હુમલો કરી પેટમાં તથા પડખામાં તેના ઘા ઝીંકી દીધા હતા. હોસ્પિટલમાં ખસેડાયેલા રાજેન્દ્રસિંહે ગઈકાલે રાત્રે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસીની કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, જીપી એક્ટની કલમ ૧૩૫(૧) હેઠળ ગુન્હો નોંધાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh