Advertisement
Author: નોબત સમાચાર

ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજેતા, રનર્સ અપ અને સેમિફાઈનલ્સની ટીમોને અપાશે જંગી ઈનામો

આઈસીસીની ઘોષણા

મુંબઈ તા. ૧૫: આઈસીસીએ ચેમ્પિયન ટ્રોફીની વિજેતા ટીમ ઉપરાંત રનર્સ અપ તથા સેમિફાઈનલ્સની ટીમોને પણ મોટી રકમના ઈનામોની જાહેરાત કરી છે.

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઈનામી રકમની જાહેરાત કરવામાં આવી છે. વિજેતા ટીમને કરોડો રૂપિયાની ધનરાશિ ઇનામી સ્વરૂપે આપવામાં આવશે. તો જે ટીમ હારશે તેને પણ નિરાશ નહી કરવામાં આવે. પરાજિત થનાર ટીમને પણ ધનવાન બનાવાની તક મળશે. કરોડોની ધનરાશિ જીત અને હાર મેળવનાર ટીમને આપવામાં આવશે. આ વખતે આ ટુર્નામેન્ટ પાકિસ્તાનની યજમાનીમાં 'હાઇબ્રિડ મોડેલ' હેઠળ રમાવવાનો છે.

હવે આઈસીસી એ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઈનામી રકમની જાહેરાત કરી છે. ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ ની વિજેતા ટીમને ઇં૨.૨૪ મિલિયન (લગભગ રૂ. ૧૯.૪૬ કરોડ) મળશે. રનર-અપ ટીમને ઇં૧.૧૨ મિલિયન (લગભગ રૂ. ૯.૭૩ કરોડ) મળશે. સેમિફાઇનલમાં હારનારી બંને ટીમોને ઇં૫૬૦,૦૦૦ (આશરે રૂ. ૪.૮૬ કરોડ) ની સમાન રકમ મળશે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં દરેક મેચ મહત્વની રહેશે. ગ્રુપ સ્ટેજમાં મેચ જીતવા બદલ ટીમને ઇં૩૪૦૦૦ (લગભગ રૂ. ૨૯.૫૩ લાખ) મળશે. જ્યારે પાંચમા અને છઠ્ઠા ક્રમે રહેનાર ટીમોને ઇં૩૫૦૦૦૦ (લગભગ રૂ. ૩.૦૪ કરોડ) ની સમાન રકમ મળશે. જ્યારે સાતમા અને આઠમા ક્રમે રહેનાર ટીમોને ઇં૧૪૦૦૦૦ (લગભગ રૂ. ૧.૨૨ કરોડ) ની સમાન રકમ મળશે. આ ઉપરાંત, આ સ્પર્ધામાં ભાગ લેવા બદલ આઠેય ટીમોને ઇં૧૨૫૦૦૦ (લગભગ રૂ. ૧.૦૯ કરોડ) ની ગેરંટી આપવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં આઈસીસી કુલ ઇં૬.૯ મિલિયન (લગભગ રૂ. ૬૦ કરોડ) ની ઇનામી રકમનું વિતરણ કરશે. આ વર્ષ ૨૦૧૭ કરતા ૫૩ ટકા વધુ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh