Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિગ્વિજય પ્લોટમાં સ્કૂટરમાં લઈ જવાતી દારૂની ૫૩ બોટલ ઝડપાઈઃ
જામનગર તા.૧૫ : જામનગરના મોટા થાવરીયા પાસે એક બંગલામાં દારૂનું કટીંગ કરાતું હોવાની બાતમી પરથી ગઈકાલે એલસીબીએ દરોડો પાડી બે શખ્સને ઈંગ્લીશ દારૂની ૧૪૦૦ બોટલ સાથે દબોચી લીધા છે. ભચાઉથી દારૂ મોકલનાર શખ્સ અને મંગાવનાર નગરના ત્રણ શખ્સના નામ ખૂલ્યા છે. રૂ.૧૫ લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબજે કરાયો છે. જ્યારે દિગ્વિજય પ્લોટમાં સ્કૂટરમાંથી દારૂની ૫૩ બોટલ ઝડપાઈ છે. વિજરખી ગામ પાસેથી ત્રણ ચપલા કબજે કરાયા છે.
જામનગર-કાલાવડ માર્ગ પર આવેલા મોટા થાવરીયા ગામ પાસે એક બંગલામાં ઈંગ્લીશ દારૂનો જંગી જથ્થો ઉતારવામાં આવી રહ્યો હોવાની બાતમી એલસીબીના ક્રિપાલ સિંહ, કિશોર પરમાર, ભરત ડાંગર, ધર્મેન્દ્રસિંહને મળતા પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી ગઈકાલે બપોરે પીએસઆઈ પી.એન. મોરી, સી.એમ. કાંટેલીયાના વડપણ હેઠળ એલસીબી ટીમે ભવ્યનગરી નજીક દશરથસિંહ ઉર્ફે મયુરધ્વજ ઘનશ્યામસિંહ જાડેજાના બંગલામાં દરોડો પાડી તલાશી લીધી હતી.
મૂળ રાજકોટના જામ કંડોરણા તાલુકાના સોડવદળ ગામના આ શખ્સના બંગલામાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની જુદી જુદી બ્રાંડની ૧૪૦૦ બોટલ સાથે હાલ શાંતિનગરમાં રહેતો દશરથસિંહ ઉર્ફે યોગી અને સરૂ સેક્શન રોડ પર શિવ એપાર્ટમેન્ટમાં રહેતો દીપેશ ઉર્ફે હિતેશ નરેન્દ્રભાઈ સોલંકી નામના બે શખ્સ મળી આવ્યા હતા. એલસીબીએ દારૂનો જથ્થો, બે મોબાઈલ, જીજે-૧૦-ટીવાય ૭૦૩ નંબરની બોલેરો પીકઅપ વાન મળી કુલ રૂ.૧૫,૬૪,૦૫૬નો મુદ્દામાલ કબજે કરી બંને શખ્સની અટક કરી હતી.
આ શખ્સોની પૂછપરછમાં ભચાઉના જીગર સોઢા નામના શખ્સે દારૂનો જથ્થો મોકલાવ્યો હોવાની અને જામનગરના પૃથ્વીરાજસિંહ ભરતસિંહ વાઢેર, શાસ્ત્રીનગરવાળા અજયસિંહ પરમાર, શાંતિ નગરવાળા પૃથ્વીરાજસિંહ ચંદુભા જાડેજાએ દારૂ મંગાવ્યો હોવાની કબૂલાત મળી છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૫માં એક સ્કૂટરમાં દારૂનો જથ્થો લઈ જવાતો હોવાની બાતમી એલસીબીના મયુરસિંહ, હિતેન્દ્રસિંહ, ઋષિરાજસિંહને મળતા પીઆઈ વી.એમ. લગારીયાની સૂચનાથી ગઈકાલે બપોરે એલસીબી સ્ટાફે વોચ રાખી હતી. જેમાં ઓશવાળ સ્કૂલ પાછળ રહેતો ભાવિક વિનોદભાઈ ભદ્રા ઉર્ફે છાબો નામનો શખ્સ સ્કૂટર પર નીકળ્યો હતો. તેને રોકી ચેક કરાતા તેની પાસેથી ઈંગ્લીશ દારૂની ૫૩ બોટલ મળી આવી હતી. બોટલ, મોબાઈલ, સ્કૂટર મળી કુલ રૂ.૯૦૮૨૫નો મુદ્દામાલ કબજે કરાયો છે. આ શખ્સે દિગ્વિજય પ્લોટ-૪૯માં રહેતા પ્રશાંત બાવાજીએ જથ્થો આપ્યાની કબૂલાત કરી છે.
જામનગર-કાલાવડ રોડ પર વિજરખી ગામ નજીક નદી કાંઠા પાસેથી ગઈકાલે બપોરે પંચકોશી એ ડિવિઝનના સ્ટાફે મેઘાભાઈ જીવાભાઈ વાઘેલા નામના શખ્સને ઈંગ્લીશ દારૂના ત્રણ ચપલા સાથે પકડી ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial