Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુગમ સંગીત, તબલા, કુચીપુડી, ગરબા અને ચિત્રકલામાં હાલારનો દબદબો
ખંભાળિયા તા. ૧૫: તાજેતરમાં સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભ યોજાયા હતાં, જેમાં હાલારના સ્પર્ધકો જામનગર શહેર, જામનગર ગ્રામ્ય તથા દ્વારકા જિલ્લાના અનેક સ્પર્ધકોએ મેદાન માર્યુ હતું તથા પ્રદેશ કક્ષાએ વિજેતા થઈ હવે રાજય કક્ષાએ જશે.
કુચીપૂડી નૃત્યમાં ૬ થી ૧૪માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ત્રણેમાં જામનગર શહેર છવાયુ હતુ. પ્રથમ નંદના નાવર, દ્વિતીય રીયા ચડારવા, તૃતીય ખુશાલી ત્રિવેદી આવ્યા હતા કુચીપૂડી નૃત્ય ૧૫ થી ૨૦માં પણ તમામ સ્પર્ધક વિજેતા જામનગર થયા હતા. પ્રિયાંશી જેઠવા, પ્રથમ, મીતાલી ભટ્ટાચાર્ય દ્વિતીય, જીનલબા ઝાલા તૃતીય આવ્યા હતા. ચિત્રકલા સ્પર્ધા ૬ થી ૧૪માં અહાના રોય જામનગર ગ્રામ્ય પ્રથમ તથા મેત્રી સીમી જામનગર શહેર દ્વિતીય આવ્યા હતા જયારે વકૃત્ય ૬ થી ૧૪માં નક્ષ રાવલ તૃતીય આવ્યા હતા.
સુગમ સંગીત ૧૫ થી ૨૦માં જામનગરના મહેક ભટ્ટ પ્રથમ નંબરે આવ્યા હતા. લોકનૃત્ય ૧૫ થી ૨૦ વયજુથમાં તૃતીય નંબરે પટેલ ઈન્ટરનેશનલ ગૃપ ધ્રાંગડા વિજેતા થયા હતા. કથકમાં તૃતીય નંબરે મિષ્ટી જે. વાઘેલા વિજેતા થયા હતા. સર્જનાત્મક કારીગરી ૧૫ થી ૨૦ વયજુથમાં દ્વારકા જિલ્લાના ચાવડા દિવ્યાબા તૃતીય વિજેતા થયા હતા જયારે નિબંધ ૬ થી ૧૪માં કારણા સાધનાબેન તૃતીય વિજેતા થયા હતા.
કાવ્યલેખન ૧૫ થી ૨૦માં પૂર્વિશા હડીયલ જામનગર ગ્રામ્ય દ્વિતીય, કાવ્યલેખન ૨૧ થી ૫૯માં પ્રથમ નંબરે ઉર્મિલા સવસાલી જામનગર આવ્યા હતા. ગઝલ ૧૫ થી ૨૦માં નેહલ આણદાણી જામનગર પ્રથમ આવ્યા હતા. લોકગીતમાં ૬ થી ૧૪માં જીત ચૌહાણ જામનગર દ્વિતીય, ૨૧થી ૫૯મા મહેન્દ્ર વાઘેલા પ્રથમ, તબલામાં ૧૫ થી ૨૦માં રૂષત મારૂ દ્વિતીય, ૨૧થી ૫૯માં ચીરાગ ઝાલા પ્રથમ (જામનગર ગ્રામ્ય) દ્વિતીય કબીર ભટ્ટ જામનગર શહેર આવ્યા હતા.
ગરબામાં ૬ થી ૧૪માં પટેલ ઈન્ટરનેશનલ સ્કૂલ જામનગર ગ્રામ્ય તૃતીય ૧૫થી ૨૦માં પ્રથમ વિજેતા ધ્રોલની જી.એમ. પટેલ કન્યા શાળા થઈ હતી. એક પાત્રીય અભિનયમાં ૬ થી ૧૪માં દેવસ્ય ખખ્ખર દ્વિતીય જામનગર શહેર તથા ૧૫થી ૨૦ જુથમાં જામનગરની નિયતી રાજગોર દ્વિતીય તથા ૨૧ થી ૫૯માં પવિત્રા રાજગોર જામનગર દ્વિતીય આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial