Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રાજકીય માહોલ ગરમાયોઃ બળાબળના ૫ારખાં
જામનગર તા. ૧૫: હાલારની ૬ નગરપાલિકા તથા તાલુકા પંચાયતોમાં કેટલીક બેઠકોની પેટા ચૂંટણીઓ માટે કાલે મતદાન થનાર હોઈ ચૂંટણીતંત્ર સજ્જ છે, જ્યારે પ્રચાર-પડઘમ બંધ થયા પછી ટોર-ટુ-ડોર સંપર્ક થઈ રહ્યો છે. બંને જિલ્લામાં રાજકીય હલચલ તેજ બની છે.
હાલારના બંંને જિલ્લામાં રાજકીય હલચલ તેજ બની છેે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રત્યેકમાં ત્રણ-ત્રણ નગરપાલિકાની કાલે સામાન્ય ચૂંટણી માટે મતદાન થશે. તે ઉપરાંત વિવિધ તાલુકા પંંચાયતોની કેટલીક બેઠકોની પેટા ચૂંટણી પણ સાથે સાથે જ થવાની છે.
બંને જિલ્લામાં ચૂંટણીતંત્રે વિવિધ વ્યવસ્થાઓ ગોઠવી છે તથા સુરક્ષાતંત્ર પણ સજ્જ બન્યું છે. ચૂંટણીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ સંપન્ન કરવામાં આવી છે. મંગળવારે ૧૮ ફેબ્રુઆરીના મતગણતરીની તૈયારીઓ પણ શરૂ થઈ છે.
જામનગર જિલ્લામાં ધ્રોળ, કાલાવડ અને જામજોધપુર નગર પાલિકાઓ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા, ભાણવડ અને સલાયા નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે.
ધ્રોળમાં મહિલા મતદારો નિર્ણાયક બને તેમ છે, કારણ કે નોંધાયેલા પુરુષો મતદારો કરતા મહિલા મતદારની સંખ્યા વધુ છે, જ્યાં જરૂર પડે ત્યાં ચૂંટણી સુરક્ષા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ પણ થનાર હોવાનું જાણવા મળે છે.
એવી જ રીતે કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાઓ માટે પણ ચૂંટણીતંત્ર સુસજ્જ છે અને સંવેદનશીલ બેઠકો સહિતની સમીક્ષા કરીને જરૂરી તમામ વ્યવસ્થાઓ તથા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ જામનગર તાલુકા પંચાયતની જામવણથલી બેઠક પર થઈ રહેલી પેટાચૂંટણીના તમામ નવ મતદાન મથકો સંવેદનશીલ જાહેર થયેલા હોવાથી ત્યાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
એવી જ રીતે દ્વારકા જિલ્લાની તાલુકા પંચાયતો પૈકી બે બેઠકો પર આવતીકાલે થનારી પેટાચૂંટણી માટે તમામ વ્યવસ્થાઓ ગોઠવાઈ ગઈ છે. આ અંગે ચૂંટણી તંત્રે પર્યાપ્ત તૈયારીઓ કરી લીધી હોવાનું જાણવા મળે છે.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સામાન્ય વર્ગના ઉમેદવાર દશરથસિંહ જામસંગ જાડેજાનું તા. ૧૩ ફેબ્રુઆરીના અવસાન થયું છે, જેની ખાતરી પછી નગરપાલિકાની ચૂંટણીના સુધારેલા નિયમોમાં નિયમ પ૧ તથા રાજ્ય ચૂંટણી આયોગના આદેશ મુજબ મળેલ અધિકારથી ધ્રોળ નગરલિકાના ચૂંટણી અધિકારી અને મદદનીશ કલેક્ટર સ્વપ્નિલ સિસલે દ્વારા ધેળ નગરપાલિકા સામાન્ય ચૂંટણીના વોર્ડ નં. ૭ નું મતદાન રદ્ કરવા હુકમ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial