Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુર-કાલાવડ ન.પા. સામાન્ય ચૂંટણીઃ
જામનગર તા. ૧૫: રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા જામનગર જિલ્લાની જામજોધપુર તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તા. ૧૬-ર-ર૦રપ ના યોજવાનું જાહેર કરેલ છે. આ નગર પાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે તા. ૧૬-ર-ર૦રપ ના મતદાનના દિવસે તેમજ તા. ૧૮-ર-ર૦રપ ના મત ગણતરીના દિવસે ચૂંટણી સંબંધી ફરિયાદો માટે 'રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ' કાર્યરત કરવામાં આવેલ છે.
જેમાં જામજોધપુર નગર પાલિકાની ચૂંટણી સંબંધિત ફરિયાદો માટે મદદનીશ ચૂંટણી અધિકારી જામજોધપુર નગરપાલિકા અને મામલતદાર જામજોધપુર કચેરીમાં ટે.નં. ૦ર૮૯૮-રર૧૧૩૬ તેમજ કાલાવડ નગરપાલિકાની ચૂંટણી સંબંધિત ફરિયાદો માટે મ્યુનિસિપલ હાઈસ્કૂલ કાલાવડમાં ટે.નં. ૦ર૮૯૪-ર૯૯ર૪૬, પર સંપર્ક કરી શકાશે, જેની સર્વે મતદારોએ નોંધ લેવા ચૂંટણી અધિકારી તથા પ્રાંત અધિકારી લાલપુર તેમજ જામનગર ગ્રામ્યની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial