Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માત્ર ૧૩૦ દિવસમાં અપાયો ચુકાદોઃ
સુરત તા. ૧૫: સુરતમાં આવેલા માંગરોળમાં ચકચારી ગેંગરેપ કેસમાં સુરતની સ્પે. પોકસો કોર્ટે ૨ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. સાડા ૪ મહિના પહેલા નવરાત્રિ સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર ૧૩૦ દિવસમાં જ ચૂકાદો આપ્યો છે.
ગેંગરેપ મામલે પોલીસે કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીના કારણે મોત નિપજયું હતું. જેથી બે આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી અને બંનેને આજે કોર્ટે કસૂરવાર ઠેરવ્યા હતા. બંને આરોપીઓને સોમવારે સજાનું એલાન કરાશે.
માંગરોળના ચર્ચિત દુષ્કર્મ કેસના ૪ મહિના બાદ કોર્ટે બે આરોપીઓને દોષી જાહેર કર્યા છે. નવરાત્રિના પાવન પર્વ દરમિયાન સામૂહિક દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં કોર્ટની ટ્રાયલ દરમિયાન એક આરોપીનું મોત નિપજય્યું હતું. જેથી બે આરોપીઓ સામે કેસ ચાલતાં પુરાવાના આધારે કોર્ટે બંને આરોપીઓને દોષી જાહેર કર્યા હતા. ૧૫ દિવસમાં ૩૦૦૦ પાનાની ચાર્જશીટ ફાઈલ કરી હતી અને ૧૭ જેટલા મહત્વનાં પુરાવા રજૂ કર્યા હતા. કોર્ટ સોમવારે બંને આરોપીઓની સજાનું એલાન કરશે.
આ કેસની વિગત એવી છે કે, સુરત નજીક આવેલા માંગરોળના મોટા બોરસરાં ગામે ૮ ઓકટોબરના મોડી રાત્રે બાઈકમાં પેટ્રોલ ૫ૂરું થઈ જતાં એક ૧૭ વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે રાત્રે પોણા અગિયારથી સવા અગિયાર દરમિયાન મોટા બોરસરા ગામની સીમમાં બેઠી હતી. ત્યારે અચાનક ત્રણ નરાધમો આવી પહોંચ્યા હતા. જેથી પીડિતા અને મિત્રએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પીડિતાનો મિત્ર ભાગવામાં સફળ થયો હતો. આ દરમિયાન સગીરાના મિત્રનો ફોન પણ ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ આ નરાધમોએ વારાફરતી સગીરાને પીંખી હતી અને તેને અર્ધનગ્ન હાલતમાં મુકીને ભાગી ગયા હતા.
જો કે સગીરાના મિત્રએ ગ્રામજનોની મદદ માંગી અને સગીરાને અર્ધનગ્ન હાલતમાં હોસ્પિટલમાં ખસેડી હતી. ઘટનાની જાણ થતાં રેન્જ આઈજી. જિલ્લા પોલીસવડા, એલ.સી.બી. એસઓજી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસ ડોગ સ્કવોડની મદદ લેવાઈ. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવીના આધારે પણ શોધખોળ શરૂ કરી હતી. પોલીસને જે બાઈક મળી છે તેના આધારે બે આરોપીની ઓળખ કરી લેવાઈ હતી. સઘન તપાસ બાદ ત્રણેય આરોપીને દબોચી લેવામાં આવ્યા હતા. પોલીસે સગીરાના મિત્રને સાથે રાખીને ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા. તેમજ એફએસએલની ટીમ પણ હાલ સ્થળ પર તપાસ કરી રહી હતી. પોલીસે આજીવન કેદ સુધીની સજાની જોગવાઈની કલમ લગાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial