Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રમ્પની મુલાકાત પછી મોદી સ્વદેશ ફર્યા તેના બીજા જ દિવસે
નવી દિલ્હી તા. ૧પઃ મોદીની બે દિવસીય યુએસ મુલાકાત ગઈકાલે એટલે કે શુક્રવારે પૂરી થઈ. એક તરફ જ્યાં પીએમ મોદી અમેરિકાથી ભારત પર ફરવાની તૈયારી કરી રહ્યા હતા તે જ સમયે ટ્રમ્પ વહીવટીતંત્ર ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સની બીજી બેચને દેશનિકાલ કરવાની તૈયારી કરી રહ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે પ્લેનમાં ૧૧ર લોકોને લાવવામાં આવી રહ્યા છે, જેમાંથી અડધાથી વધુ પંજાબના છે. આ ફ્લાઈટમાં પંજાબના ૬૭, હરિયાણાના ૩૩, ગુજરાતના ૮, ઉત્તરપ્રદેશના ૩, ગોવા અને મહારાષ્ટ્રના ર-ર અને રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર અને હિમાચલપ્રદેશના એક-એક વ્યક્તિ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાનો પ્રવાસ સંપન્ન કરીને સ્વદેશ પરત ફર્યા, તેના બીજા જ દિવસે આજે અમેરિકાથી ડિપોર્ટ કરેલા ભારતીયોનું વિમાન અમૃતસર પહોંચશે.
અમેરિકાથી ૧૧૯ ગેરકાયદે વસાહતીઓને લઈને આવનારૂ પ્લેન આજે અમૃતસરમાં ઉતરશે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સત્તા સાંભળતાની સાથે જ ગેરકાયદે વસાહતીઓ પર ત્રાટકવાનું શરૂ કર્યું છે. ગેરકાયદે વસાહતીઓને વીણીવીણીને તેમના દેશમાં મોકલવામાં આવી રહ્યા છે. તેમાં ભારતના પણ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્લેન આજે રાત્રે દસ વાગે અમૃતસરમાં ઉતરાણ કરી શકે છે. અમેરિકાએ મોકલેલા ૧૧૯ ગેરકાયદે વસાહતીમાં ૬૭ પંજાબીઓ, ૩૩ હરિયાણાના, ૮ ગુજરાતી, ઉત્તરપ્રદેશના ૩, ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના બે-બે, હિમાચલ પ્રદેશ તથા જમ્મુ-કાશ્મરીના એક-એકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બીજુ પલેન ૧૬ મી ફેબ્રુઆરીએ લેન્ડ થઈ શકે છે.
આ પહેલા અમેરિકાએ ગયા સપ્તાહે ૧૦૪ ગેરકાયદે વસાહતીઓને ભારત પરત મોકલ્યા હતાં. તેમાં ગુજરાત અને હરિયાણાના ૩૩-૩૩ અને પંજાબના ૩૦ હતાં. પંજાબ અને બીજા કેટલાય રાજ્યના લોકો ડંકી રૂટે અમેરિકામાં ઘૂસ્યા હતાં.
પંજાબમાં આ રીતે પ્લેન ઉતારવા સામે કેટલાય રાજકીય પક્ષોએ તેની સામે સવાલ ઊઠાવ્યા છે. પંજાબના નાણાપ્રધાન હરપાલસિંહ ચીમાએ જણાવ્યું હતું કે, ભાજપની સરકાર પંજાબને બદનામ કરવા માંગે છે. પંજાબે જો કે ગેરકાયદેસરની માનવ તસ્કરીના કાંડને પકડવા માટે સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ રચી છે. તેમાં ડિપોર્ટીઓના નિવેદનોના આધારે દસ જેટલા બનાવટી ઈમિગ્રન્ટ કન્સલ્ટન્ટોની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.
ભારત આવવા ૧૧૯ ગેરકાયદે વસાહતીઓને લઈને ઉપડેલી ફ્લાઈટ્સે પનામામાં રોકાણ કર્યું હતું. પનામામાં કોઈ બીજા દેશના ગેરકાયદે વસાહતીઓને લઈને ઉતરેલી આ પ્રથમ ફ્લાઈટ હતી. પનામાએ અમેરિકાને ગેરકાયદે વસાહતીઓને મોકલવા માટે સ્ટોપઓવર તરીકેની ઓફર કરી હતી. તેમાં ભારત આવનારી ફ્લાઈટ સૌ પ્રથમ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial