Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા એક મહિના સુધી વિવિધ કાર્યક્રમો

મહાશિવરાત્રિ મહોત્સવ અંતર્ગત શિવમહિમા સાથે

દ્વારકા તા. ૧૫: દ્વારકામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય સંસ્થા છેલ્લા ૩૦ વર્ષથી કાર્યરત છે. આ સંસ્થા દ્વારા માનવીને આધ્યાત્મિક સંદેશો જન-જન સુધી પહોંચાડવાની ઉમદા કામગીરી કરવામાં આવે છે. આ વર્ષે પણ સમગ્ર મહા માસ દરમ્યાન શિવમહિમા સાથે શિવ જયંતી, શિવરાત્રિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો શરૂ થઈ ચૂકયા છે. જે અંતર્ગત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં શિવ ધ્વજારોહણ સાથે શિવરાત્રિનું રહસ્ય સમજાવવામાં આવે છે તથા લોકોને વ્યસનમુકિતનો સંદેશ આપવામાં આવે છે. આ ઉપરાંત માનવીના હૃદયમાં રહેલા વિકારો દૂર કરવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે.

શિવરાત્રિનું રહસ્ય

આધ્યાત્મિક અર્થમાં રાત્રિએ આત્માઓના અજ્ઞાન, અંધકાર, આસુરી લક્ષણોની સૂચક છે. આજે વિશ્વમાં ચોતરફ ચિંતા, ભય અને નિરાશાનું વાતાવરણ વ્યાપેલ છે. પાપાચાર, દુરાચાર તથા ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચેલ છે. મનુષ્ય વિકારોની અગ્નિમાં બળી રહ્યો છે. ગીતામાં વર્ણિત અતિ ધર્મગ્લાની માટેના તમામ ચિહ્ન પ્રગટ થઈ ચુકયા છે. ત્યારે શિવરાત્રિ પર્વના માધ્યમથી માનવીના વિકારોને દૂર કરવા પ્રયાસો કરાયા છે. શિવરાત્રિ શબ્દ ચોવીસ કલાકમાં એક વખત આવતા અંધકારનું પ્રતીક નથી. પરંતુ સૃષ્ટિ ચક્રના અંતમાં થવાના અજ્ઞાન અંધકારથી થતા નૈતિક પતનનું પ્રતીક છે. જયારે સમગ્ર સૃષ્ટિ પર અતિ ધર્મગ્લાની પાપાચાર, અત્યાચાર વધવા લાગે છે. ત્યારે જ્ઞાનસૂર્ય શિવ પ્રગટ થઈને મનુષ્ય આત્માને અજ્ઞાન અંધકારના વિકારરૂપી રાક્ષસોથી મુકિત અપાવે છે. જેના ભાગરૂપે દર વર્ષે શિવરાત્રિ પર્વ ધુમધામથી ઉજવાય છે. પરમપિતા પરમાત્મા શિવ કલ્પ પહેલીની જેમ એક સાધારણ તન (પ્રજાપિતા બ્રહ્મા)માં અવતરિત થઈને અજ્ઞાન અંધકારને દૂર કરવા માટે સહજ જ્ઞાન તથા સહજ રાજયોગની સમજ આપી રહ્યા છે. આવા સહજ રાજયોગ દ્વારા આપણે આપણી અંદર રહેલા વિકારોને અર્ક, ધતુરા પરમાત્મારૂપી શિવજીને અર્પણ કરી આત્મજયોતિને જગાવી સાચા અર્થમાં શિવરાત્રિ પર્વને સાર્થક કરીએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh