Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં સૂર્યવંશી એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ દ્વારા
જામનગર તા. ૧૫: સૂર્યવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા આયોજિત આયુષ્માન કાર્ડ, આધારકાર્ડ મોબાઈલ અપડેટ અને બી.પી., ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.
જામનગર નવાગામ ઘેડ સ્થિત સૂર્યવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક સુભાષભાઈ ગુજરાતીના પરમ પૂજ્ય પિતા સ્વ. બચુભાઈ રામજીભાઈ ગુજરાતીની બેતાલીસમી પુણ્યતિથી નિમિતે સૂયવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગર નવાગામ ઘેડ વિસ્તારમાં જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડમાં મોબાઈલ અપડેટ તેમજ બી.પી., ડાયાબિટીસ ચેકઅપનો કેમ્પનું સુંદર ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સમાજના આગેવાનો અને રાજકીય હોદેદારો અને ગવર્મેન્ટ અધિકારોઓના હસ્તે દિપ પ્રાગટ્ય કરી અને ત્રિવેણી સંગમ કેમ્પ ની શુભ શરૂઆત કરવામાં આવી હતી.
આ કેમ્પ જેએમસી તેમજ નગર શિક્ષણ સમિતિની ટીમ દ્વારા આધારકાર્ડ, ડી.પી.ઓ. નીયાતીબેન તેમજ જામનગર મહાનગરપાલિકા શહેરી આરોગ્ય કેન્દ્રના ડો.કિંજલબેન ઘેડીયા અને એમની ટીમના સહોયોગથી બી.પી., ડાયાબિટીસ આયુષ્માન કાર્ડનો કેમ્પ યોજવામાં આવેલ હતો જેમાં કેમ્પના મુખ્ય મહેમાન ડે.મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢા,શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, વોર્ડ નં ૪ના કોર્પોરેટેર કેશુભાઈ માડમ, પૃથ્વીરાજસિંહ ઝાલા, પ્રભારી રાજકોટ શહેર અનુ. જાતી મોરચો સામતભાઈ પરમાર, દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને કેમ્પ શુભ સરૂઆત કરવામાં આવેલ જેમાં શહેર મહિલા અગ્રણી રેખાબેન વેગળ,અનુચિત મોરચો શહેર મહામંત્રી વિજયભાઈ પરમાર, સાંસદ પૂનમબેન માડમના પ્રતિનિધિ, નિખીલભાઈ પરમાર, વોર્ડ ૪ના પ્રમુખ શીલેન્દ્રસિંહ વાઢેર, પૂર્વ પ્રમુખ વિજયસિંહ ગોહિલ, મહામંત્રી શૈલેષભાઈ વાઘેલા, સહદેવભાઈ ડાભી, ઉપેન્દ્રસિંહ રાણા મુન્નાભાઈ, શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય નીતિનભાઈ માડમ, વોર્ડ નં. ૪ના સલીમભાઈ પઠાણ વિમલભાઈ ગઢવી, ભાવેશભાઈ, મકસુદભાઈ પઠાણ, વકીલ હરદેવસિંહ ગોહિલ, જેઠવા વોર્ડ નં. ૪ મહિલા અગ્રણી ભાનુબેન વઘોરા, કૈલાશબા જાડેજા, ઉમાબેન ગઢવી, શીતલબેન તેમજ દલિત સમાજના અગ્રણી જેઠાભાઈ વાઘેલા, નારણભાઈ મકવાણા, રામદાસભાઈ બોરીચા, આહિર સમાજના અગ્રણી દિલીપભાઈ ચાવડા, રાજપૂત સમાજ અગ્રણી દિલીપસિંહ જેઠવા, કોળી સમાજ મનસુખભાઈ મકવાણા, અનુભાઈ રાઠોડ, મહાકાલી સેવા ટ્રસ્ટના બીજલભાઈ ડાભી, ખીમજીભાઈ સદાદીયા, ભરતભાઈ ડાભી, સૂર્યવંશી ટ્રસ્ટના ટ્રસ્ટી જયેશભાઈ કંટારીયા, નરેશભાઈ રાઠોડ, શારદાબેન ડાભી સર્વેએ ઉપસ્થિત રહી અને કેમ્પને સફળ બનાવેલ હતો.
આ સમગ્ર કેમ્પનું સંચાલન ટ્રસ્ટના સ્થાપક સુભાષભાઈ ગુજરાતી તેમજ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ કંટારીયાએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial