Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતીકાલે ૭૫ હજારથી વધુ મતદારો કરશે મતદાન : ૧૮મી ના મત ગણતરી

ત્રણ નગરપાલિકાઓ ઉપરાંત તાલુકા પંચાયતની બે બેઠકો માટે

ખંભાળિયા તા. ૧૫: દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્ના તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં જણાવાયું હતું કે, આગામી તા. ૧૬ ફેબ્રુઆરીના યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૭૫ હજારથી વધુ મતદારો મતદાન કરશે. તંત્રની તૈયારીઓ તથા મતગણતરીની વિગતો પણ અપાઈ હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા.૧૬/૦૨/૨૦૨૫ (રવિવાર)ના યોજાનાર સલાયા, ભાણવડ, દ્રારકા નગરપાલિકા તથા ૪-ભરાણા ખંભાળિયાતાલુકા પંચાયત તથા ૧૩-જુવાનપર કલ્યાણપુર તાલુકા પંચાયત મતદાર વિભાગની પેટા ચૂંટણીઓ અન્વયે જિલ્લા કલેકટર રાજેશ તન્ના તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા કલેકટર કચેરીના સભાખંડમાં પત્રકાર પરિષદ સંબોધી ચૂંટણી સંદર્ભે કરવામાં આવેલ પૂર્વ તૈયારીઓ અંગે વિગતો આપી હતી.

નોંધાયેલા કુલ મતદારો

નોંધાયેલ મતદારો વિશે વિગતો આપતા કલેક્ટરે જણાવ્યું હતું કે,સલાયા નગરપાલિકા વિસ્તાર માટે ૧૩,૪૧૨ પુરુષ, ૧૩,૮૫૮ સ્ત્રી મળી કુલ ૨૭,૨૭૦, ભાણવડ નગરપાલિકા વિસ્તાર માટે ૬,૧૨૪ પુરુષ, ૬,૨૦૮ સ્ત્રી મળી કુલ ૧૨,૩૩૨તથા દ્વારકા નગરપાલિકા વિસ્તાર માટે ૧૧,૯૬૨ પુરુષ, ૧૧,૩૯૫ સ્ત્રીકુલ ૨૩,૩૫૭ તેમજ ૪-ભરાણાખંભાળિયા તાલુકા પં.ચા. વિસ્તાર માટે ૩૨૪૫ પુરુષ, ૩૨૭૨ સ્ત્રી મળી કુલ ૬૫૧૭,૧૩-જુવાનપર કલ્યાણપુર તાલુકા પં.ચા. વિસ્તાર માટે ૩૨૬૬ પુરુષ, ૨૯૦૭ સ્ત્રી મળી કુલ ૬૧૭૩ મતદારો નોંધાયેલા છે.

મતદાન મથકોની વિગતો

મતદાન મથકોની વિગતો આપતા જિલ્લા કલેકટરે જણાવ્યું કે, સલાયા નગરપાલિકા માટે કુલ મતદાન મથકોની સંખ્યા ૩૦, સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા ૧૩ રહેશે. ભાણવડ નગરપાલિકા માટે કુલ મતદાન મથકોની સંખ્યા ૧૭, સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા ૧૭ રહેશે. દ્વારકા નગરપાલિકા માટે કુલ મતદાન મથકોની સંખ્યા ૨૫, સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા ૮ રહેશે. ૪-ભરાણાખંભાળિયાતાલુકા પં.ચા.વિસ્તાર માટે કુલ મતદાન મથકોની સંખ્યા ૮, સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા ૫ રહેશે. તથા ૧૩-જુવાનપરકલ્યાણપુર તાલુકા પં.ચા. વિસ્તારકુલ મતદાન મથકોની સંખ્યા ૭રહેશે.

ચૂંટણી બંદોબસ્ત માટે  પોલીસ જવાનો ખડેપગે

ચૂંટણી અન્વયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલ તૈયારીની વિગતો આપતા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયએ જણાવ્યું હતું કે, નગરપાલિકા અને તાલુકા પંચાયત મતદાર મંડળમાં સમાવિષ્ટ તમામ મતદાન મથકોમાં અંદાજિત ૪૦૦ કરતા વધારે પોલીસ કર્મચારીઓ તહેનાત રહેશે. ઉપરાંત ચૂંટણી હેઠળના વિસ્તારોમાં ભાગરૂપે પોલીસ દ્વારા ફલેગ માર્ચ યોજવામાં આવેલ છે તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવેલ છે. 

મતગણતરીના સ્થળો

સામાન્ય ચૂંટણી હેઠળની નગરપાલિકાઓ તેમજ પેટા ચૂંટણી હેઠળના તાલુકા પંચાયત મતદાર મંડળની મતગણતરી આગામી તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ સલાયા નગરપાલિકા માટેપ્રાંત અધિકારીશ્રીની કચેરી, ખંભાળીયા, ભાણવડ નગરપાલિકા માટે સરકારી વિનયન કોલેજ, ભાણવડ,દ્વારકા નગરપાલિકા માટે એન.ડી.એચ. હાઇસ્કુલ, દ્વારકા તેમજ ૪-ભરાણા, ખંભાળિયાતા.પં.વિસ્તાર માટે તાલુકા પંચાયત કચેરી, ખંભાળિયા તથા ૧૩-જુવાનપુર કલ્યાણપુર તા.પં. વિસ્તાર માટે મામલતદાર કચેરી, કલ્યાણપુરમાં યોજવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh