Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના એડવોકટની હત્યાના કેસમાં વ્યર્થ અરજી કરનાર પાંચને હાઈકોર્ટની ફટકાર

બેના આરોપી તરીકે, ત્રણના સાહેદ તરીકે નીકળવા ફાંફાઃ

જામનગર તા.૧૫ : જામનગરના એક એડવોકેટની હત્યામાં સંડોવાયેલા બે આરોપીએ તે કેસમાંથી મુક્તિ મેળવવા હાઈકોર્ટમાં ક્વોસીંગ પીટીશન કરી હતી. તે પીટીશન ચાર્જ ફ્રેમ થયા પછી કરાતા તેના કારણે કેસ ચાલવામાં અવરોધ થાય તેમ છે તેમ ઠરાવી બંને આરોપીને દંડ ફટકાર્યાે છે. જ્યારે અમદાવાદના ત્રણ વ્યક્તિએ હાઈકોર્ટમાં અરજી કરી પોતાના નામ સાહેદ તરીકેમાંથી કાઢી નાખવા કરેલી અરજી ફગાવી આ ત્રણેયને પણ રૂ.૧-૧ લાખનો દંડ ફટકાર્યાે છે.

જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં વર્ષ ૨૦૧૮ના એપ્રિલ મહિનામાં રાત્રે સાડા આઠેક વાગ્યે જાણીતા એડવોકેટ કિરીટભાઈ જોષીની અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા નિપજાવી હતી. તેમના ભાઈ એડવોકેટ અશોક એચ. જોષીએ ખુદ ફરિયાદી બની જયસુખ ઉર્ફે  જયેશ મુળજીભાઈ રાણપરીયા અને અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધાવ્યો હતો.

આ કેસની તપાસમાં પોલીસે કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી. તે પછી મહારાષ્ટ્રના સાયમન લુઈસ દેવીનાદન તથા અમદાવાદના બોબી ઉર્ફે અજયપાલસિંહ ઉમેદસિંહ પવાર નામના બે આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં ક્વોસીંગ પીટીશન કરી હતી.

તે પીટીશન અંગે સુનાવણી થતાં હાઈકોર્ટે આ કેસમાં ચાર્જશીટ કરી ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યું છે ત્યારે આ અરજી ધ્યાને લઈ શકાય નહીં અને આ અરજી સાત વર્ષ પછી વ્યર્થ રીતે કરવામાં આવી હોવાની ટિપ્પણી કરી હાઈકોર્ટે બંને આરોપીને રૂ.૧-૧ લાખનો દંડ ભરવા આદેશ કર્યાે છે.

તે ઉપરાંત જે તે વખતે તપાસનીશ અધિકારીએ કેટલાક વ્યક્તિઓના નિવેદન નોંધી સાહેદ તરીકે તેમના નામ અદાલત સમક્ષ જાહેર કર્યા હતા તેમાંથી અમદાવાદના ત્રણ વ્યક્તિએ હાઈકોર્ટમાં અરજી કરી જણાવ્યું હતું કે, તેઓએ તપાસનીશ સમક્ષ કોઈ નિવેદન આપ્યા નથી તેમ છતાં તેમના નામ સાહેદમાં દર્શાવવામાં આવ્યા છે તેથી તેમના નામ દૂર કરવા જોઈએ.

તે અરજી અન્વયે થયેલી દલીલો સાંભળ્યા પછી હાઈકોર્ટે ઉપરોક્ત કાર્યવાહી માટે ટ્રાયલ કોર્ટમાં અરજી કરવી જોઈએ તેના બદલે હાઈકોર્ટમાં અરજી કરી છે. તેથી આ ત્રણેય વ્યક્તિ ને પણ રૂ.૧-૧ લાખનો દંડ ભરવા આદેશ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh