Advertisement
Author: નોબત સમાચાર

કોલકાતાની સુપર-સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં પાંચ દિવસમાં ૩૦ ડોકટરની ટીમે રેકોર્ડબ્રેક ૨૦૦ સર્જરી કરીઃ પ્રશંસનિય!

કોણ કહે છે કે સરકારી હોસ્પિટલો કામ નથી કરતી?

કોલકાતા તા. ૧૫: કોલકાતાની સરકારી હોસ્પિટલે ૫ દિવસમાં રેકોર્ડબ્રેક ૨૦૦ સર્જરી કરી છે. ૩૦થી વધુ ડોકટરોની ટીમે મળીને ૩૫-૪૦ ઓપરેશન કર્યા અને એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

કોલકાતાની સૌથી મોટી સુપર-સ્પેશિયાલિટી સરકારી હોસ્પિટલોમાંની એક, શેઠ સુખલાલ કરનાની મેમોરિયલ હોસ્પિટલએ માત્ર પાંચ દિવસમાં ૨૦૦ થી વધુ રેકોર્ડબ્રેક સર્જરી કરીને એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિ એ સામાન્ય માન્યતાને પડકારે છે કે સરકારી હોસ્પિટલોમાં કોઈ કામ થતું નથી. સેઠ સુખલાલ કરનાની મેમોરિયલ હોસ્પિટલની આ સિદ્ધિ ડિરેક્ટર મણિમય બેનર્જી, ડો. અભિમન્યુ બાસુ અને ડો. દિપ્તેન્દ્ર સરકાર સહિતના વરિષ્ઠ ડોકટરોની પહેલને આભારી છે. ૩૦ થી વધુ ડોકટરોની ટીમે મળીને દરરોજ ૩૫-૪૦ ઓપરેશન કર્યા.

એવું કહેવાય છે કે સર્જરી અને લેપ્રોસ્કોપી વિભાગના વડા ડો. અને પ્રોફેસર અભિમન્યુ બાસુ અને ડો. દિપ્તેન્દ્ર સરકારની દેખરેખ હેઠળ આ કાર્ય સફળ રહયું. રેકોર્ડ મુજબ, ૩૦ થી વધુ ડોકટરો મળીને એક દિવસમાં લગભગ ૩૫ થી ૪૦ ઓપરેશન કરતા હતા.

સર્જરી અને લેપ્રોસ્કોપી વિભાગના સર્જન દિપ્તેન્દ્ર સરકારે કહયું, અમે અન્ય લોકો માટે એક ઉદાહરણ બેસાડવા માંગતા હતા. આ રીતે કામ કરવું જોઈએ. અમે બધા ડોક્ટરો ઇચ્છતા હતા કે આ સર્જરી ઝડપથી થાય. ડો. સિરાજ અહમદે કહયું, અમે જોઈ રહયા હતા કે ઘણી સર્જરીઓ બાકી હતી. આ હોસ્પિટલમાં દરરોજ હજારો લોકો સારવાર માટે આવે છે. પરિણામે, તે કેસમાં સર્જરીની તારીખ નક્કી કરવામાં વિલંબ થયો. પહેલાં ઘણી બધી સર્જરી થતી, તો અમે દિવસમાં ૧૦ સર્જરી કરતા. પણ હવે અમે અમારી વચ્ચે નક્કી કર્યું કે આપણે વધુ કરી શકીએ છીએ. અને એ જ અમે કરી રહયા છીએ. આ વખતે, અમે ૫ દિવસમાં ૨૦૦ થી વધુ સર્જરીઓ કરી છે.

દર્દીઓના સગાંઓ હોસ્પિટલની આ સિદ્ધિથી ખુશ છે અને ઘણા માને છે કે આ વલણ આગામી દિવસોમાં સરકારી હોસ્પિટલોની સ્થિતિમાં સુધારો લાવશે. આ હોસ્પિટલ તેની તબીબી સુવિધાઓને વધુ મજબૂત બનાવશે અને ટાટા મેમોરિયલ હોસ્પિટલના સહયોગથી કેન્સર કેર સેન્ટર પણ સ્થાપશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh