Advertisement
Author: નોબત સમાચાર

મરીઝની ગઝલોનો સંગીતમય કાર્યક્રમ

'મરીઝ ૧૦૮ નોટઆઉટ'

જામનગર તા. ૧પઃ ગુજરાતી ગઝલોમાં ગુજરાતના ગાલીબ તરીકે સુવિખ્યાત ગઝલકાર સ્વ. અબ્બાસ અબ્દુલઅલી વાસી ઉર્ફે 'મરીઝ' સાહેબની ૧૦૮ મી જન્મજયંતી નિમિત્તે જામનગરના ગઝલ ચાહકો માટે તા. રર-ર-ર૦રપ રાત્રે ૯ વાગ્યે ધીરૂભાઈ અંબાણી વાણિજ્ય ભવન, ચેમ્બરના ઓડીટોરિયમમાં મરીઝ સાહેબની ગઝલોને સંગીતના સૂરો સાથે પ્રસ્તુત કરવાનો મ્યુઝિકલ પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે.

આ કાર્યક્રમના આયોજક એમ.કે. ઈવેન્ટ્સના મુન્નાખાન પઠાણના જણાવ્યા પ્રમાણે જાણીતા ગઝલ ગાયકો અલ્તાફ પોશલા, રૂપેશ ચૌહાણ તથા તસ્લીમ બ્લોચ, સંગીતકાર નિલેશ રાઠોડ મ્યુઝિકલ ગ્રુપના સથવારે ગઝલો રજૂ કરી મરીઝ સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. કાર્યક્રમના મુખ્ય સંકલનકર્તા એડવોકેટ અનિલભાઈ મહેતા મરીઝ સાહેબનો જીવન પરિચય રજૂ કરશે.

આ કાર્યક્રમમાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. જે માટે મો.નં. ૯ર૬પ૮ ૯ર૯ર૧ ઉપર નોંધણી કરાવી લેવા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh