Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે 'કતલની રાત'ની સ્થિતિઃ સલાયામાં શું થશે ?
ખંભાળિયા તા. ૧૫: દેવભૂમિ દ્વારકા જિલ્લાની સલાયા, ભાણવડ તથા દ્વારકા ન.પા.ઓની આવતીકાલે ચૂંટણી માટે મતદાન યોજાનાર હોય આજે કતલની રાતની સ્થિતિ હોય રાજકીય પક્ષો ઉમેદવારો દ્વારા રાત્રિ જાગરણ કરીને પણ મતદારોને મનાવવા આકર્ષવાના પ્રયત્નો શરૂ થઈ ગયા છે.
દ્વારકાની કુલ ૨૮ પૈકી ૯ બેઠકો બીનહરીફ થઈ છે. જયારે બાકીની ૧૯ બેઠકો પર ચૂંટણીઓ યોજાય છે અહીં ભાજપના સાર્થક પક્ષો કોંગ્રેસ અને આપને પુરતા ઉમેદવારો પણ મળ્યા નથી તો ભાણવડમાં પણ આપ અને કોંગ્રેસ સમજુતી કરવા જતાં અહીં ભાજપને આઠ બેઠકો બીનહરીફનો મોટો ફાયદો થયો છે. ગત ટર્મમાં પણ ભાજપ જ વિજેતા થયેલું પછી ભાજપના કેટલાક સદસ્યો કોંગ્રેસમાં ભળતા ચૂંટણી થયેલી જેમાં કોંગ્રેસ સત્તા પર આવી હતી.
સલાયામાં ગત ટર્મમાં કોંગ્રેસ હતી આ વખતે અહીં ભાજપના ૨૮માંથી ૧૪ જગ્યાએ જ ઉમેદવારો છે તો કોંગ્રેસ, આપ, એ.આઈ.એમ.એ. આઈ. લડે છે આપને હોદ્દેદારોના રાજીનામા એક મહત્ત્વના ઉમેદવારનો જેલવાસ નડશે. પ્રથમ વખત લડતો પક્ષ એ.આઈ.એમ.એસ.ઈ.થી કોને ફાયદો નુકસાન થશે તેના પર પણ લોકોની નજર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial