Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૬ મી ફેબ્રુઆરીના સંભવિત પ્રવાસની તૈયારીઃ
પ્રયાગરાજ તા. ૧પઃ રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી મહાકુંભમાં જશે. આ માટે ઉત્તરપ્રદેશ કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી છે. બંન્ને નેતા ૧૬ ફેબ્રુઆરીએ પ્રયાગરાજ પહોંચી શકે છે, અને ગંગાસ્નાન કરી શકે છે.
આસ્થાના મહાપર્વ મહાકુંભની અનેક રાજકીય નેતાઓ મુલાકાત લઈ ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ ધનખડ ઉપરાંત રાજ્યના મુખ્યપ્રધાનો પણ મહાકુંભની મુલાકાતે આવી ચૂક્યા છે. ત્યારે હવે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી પણ મહાકુંભની મુલાકાત લઈ શકે છે.
આ અંગે ઉત્તરપ્રદેશ કોંગ્રેસે તૈયારીઓ કરી હોવાના પણ અહેવાલો છે. પણ હવે તેઓ ક્યારે મુલાકાત લેશે તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી ૪ ફેબ્રુઆરીએ મહાકુંભમાં જવાના હતાં, જો કે સંસદીય કાર્યવાહીને કારણે તેમની મુલાકાત રદ્ કરવામાં આવી હતી. રાહુલ અને પ્રિયંકા ટૂંક જ સમયમાં જ પ્રયાગરાજ જઈ શકે છે. તારીખો અંગે રાહુલ ગાંધી પોતે નિર્ણય લેશે, પરંતુ સૂત્રોનું માનીએ તો બન્ને નેતા ૧૬ ફેબ્રુઆરીએ પ્રયાગરાજ આવી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial